Gujarati Video : મુંબઈ ડિવિઝનના રેલવે સ્ટેશન પર ઇન્ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરવાનો આદેશ, આગામી 14 જૂન સુધી રિપોર્ટ આપવાનો રહેશે
ઓડિશા રેલ દુર્ઘટનાને પગલે હવે રાજ્યમાં રેલવેની સતર્કતામાં વધારો થયો છે. હવે રાજ્યમાં રેલવે દ્વારા ઈન્ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરવામાં આવશે.
Surat : ઓડિશા રેલ દુર્ઘટનાને પગલે હવે રાજ્યમાં રેલવેની સતર્કતામાં વધારો થયો છે. હવે રાજ્યમાં રેલવે દ્વારા ઈન્ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરવામાં આવશે. આ સમગ્ર તપાસનો રિપોર્ટ આગામી 14 જૂન સુધી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઓડિશા જેવી દુર્ઘટના ન સર્જાય તે માટે રેલ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. ઈન્ટર લોકિંગ અને સિગ્નલની તપાસ કરવાનો આદેશ જાહેર કરાયો છે.
આગામી 14 જૂન સુધી રિપોર્ટ આપવાનો આદેશ
આ અંતર્ગત પશ્ચિમ રેલવેના તમામ સ્ટેશનો પર ચકાસણી કરવામાં આવશે. મુંબઈ ડિવિઝનના સુરત, ઉધના, ભેસ્તાન, મરોલી, નવસારી, વાપી, વલસાડમાં પણ ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ અગાઉ ઓડિશામાં રેલ દુર્ઘટનાના પગલે સમગ્ર દેશમાં રેલવે વિભાગે સતર્કતાનો વધારો કર્યો છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે

જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા
