AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : Y જંક્શન પાસ બે કાર ધડકાભેર અથડાઈને BRTS રેલીંગમાં ઘુસી, ફાયરબ્રિગેડના દ્વારા 1 કલાક રેસ્કયું કરી મહિલાને બહાર કાઢી

સુરતમાં બે કાર વચ્ચે સર્જાયેલા વિચિત્ર અકસ્માતને લઈ ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ સહિતનો કાફલો પહોંચી આવ્યો હતો. અકસ્માત કઈ રીતે સર્જાયો તે ચોક્કસ રીતે તો જાણી શકાયું નથી. પરંતુ આ બનાવમાં એક પરિવારનો ચમત્કારિત બચાવ થયો છે.

Surat : Y જંક્શન પાસ બે કાર ધડકાભેર અથડાઈને BRTS રેલીંગમાં ઘુસી, ફાયરબ્રિગેડના દ્વારા 1 કલાક રેસ્કયું કરી મહિલાને બહાર કાઢી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 07, 2023 | 11:54 PM
Share

Surat: પીપલોદ ડુમસ રોડ ખાતે આવેલા Y જંક્શન ખાતે આજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. બે લક્ઝરિયસ કાર અચાનક ધડાકાકાભેર અથડાઈ હતી અને BRTS રેલીંગમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે જેમાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો અને કારમાં સવાર એક મહિલા ફસાઈ ઘઈ હતી. આ મહિલાને બહાર કાઢવા ફાયર વિભાગને બોલાવી પડી હતી. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી કારના પતરાને કાપીને એક કલાક રેક્યું ઓપરેશન કરી મહિલાને બહાર કાઢી હતી. મહિલાને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી.

બે કાર વચ્ચે સર્જાયો વિચિત્ર અકસ્માત

સુરતના પીપલોદ ડુમ્મસ રોડ ખાતે વિચિત્ર અકસ્માતની ઘટના બનવા પામી હતી. બે કાર વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. Swift કાર અને બ્રિઝા કાર વચ્ચે અકસ્માત સર્જાતા રસ્તા પર ભારે અફડાતફડી મચી ગઈ હતી. અકસ્માત એ રીતે સર્જાયો કે swift કાર BRTS ની રેલીંગ તોડીને BRTS રૂટ માં ઘુસી ગઈ હતી. અને કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જોકે મોટી વાત તો એ છે કે આ આખો અકસ્માત કઈ રીતે સર્જાયો તે હજુ સુધી પોલીસ કે ફાયર સમજી શકી નથી.

ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી

બે કાર વચ્ચે સર્જાયેલ વિચિત્ર અકસ્માતને લઈ રસ્તા પર ભારે અફરા તફરી મચી હતી. મોટી સંખ્યામાં આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા. અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેને લઇ વેસુ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતાં જોવા મળ્યું હતું કે આ વિચિત્ર અકસ્માતમાં SWIFT કાર ની અંદર એક મહિલા ગંભીર રીતે ફસાઈ ગઈ હતી. જેથી તેને રેસ્ક્યુ કરવા માટે પોલીસે ફાયર વિભાગને જાણ કરી બોલાવી હતી.

ફાયરની ટીમે કારમાં ફસાયેલ મહિલાનું રેસ્ક્યુ કર્યું

પોલીસે ફાયર વિભાગ ને જાણ કરતાં જ વેસ તથા મજુરા ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો. અને પરિસ્થિતિ જોતા તાત્કાલિક ફાયર ની ટીમ મહિલાને રેસ્ક્યુ કરવા કામે લાગી હતી. ફાયર વિભાગના જવાનો દ્વારા હાઇડ્રોલિક કટર મશીન નો ઉપયોગ કરી કારના દરવાજા અને પતરા કાપીને મહિલાનું રેસ્ક્યુ કર્યું હતું.

કારમાં સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ફાયર અધિકારી મારુતિ સોનવણે જણાવ્યું હતું કે બે કાર અંગે અકસ્માત થયો હોવાની જાણ થતા જ અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ જોતા જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. જેમાં SWIFT કાર ની અંદર ડ્રાઇવરની બાજુમાં બેસેલ 21 વર્ષીય લીસા પટેલ નામની મહિલા ગંભીર રીતે ફસાઈ ગઈ હતી. આ મહિલાનો ડાબો પગ ગંભીર રીતે તૂટી ગયો હતો. અને ડાબી આંખમાં બીજા પહોંચી હતી. મહિલાને સહી સલામત બહાર કાઢવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હતી.

પોણો કલાક બાદ મહિલા બહાર નીકળી

ફાયર અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે કારની અંદર મહિલા એ રીતે ફસાઈ હતી કે તેને બહાર કાઢવી અમારા માટે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું હતું. જોકે ત્યાં હાજર સ્થાનિક લોકો પોલીસ કર્મીઓ અને 108 ના કર્મીઓ દ્વારા ખૂબ જ મદદ કરવામાં આવી હતી. અમારી પાસે રહેલ હાઇડ્રોલિક કટર સહિતના સાધનો વડે કારના દરવાજા અને બોનેટના પતરા કાપીને મહિલાને સહી સલામત બહાર કાઢવા મહેનત કરી હતી. આ પ્રક્રિયા દરમિયાન અમારા ફાયરના એક અધિકારીના હાથમાં પણ સામાન્ય ઇજા પહોંચી હતી. અંદાજે પોણો કલાક મહેનત કર્યા બાદ લીસા પટેલ નામની મહિલાને બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોકે મહિલાને ગંભીર ઈજા થઈ હોવાથી તાત્કાલિક તેમને 108 ની મદદ થી નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

આ પણ વાંચો : ઉન વિસ્તારમાં 8 દિવસથી પિવાના પાણીની સમસ્યા, મહિલાઓએ માટલા ફોડી નેતાઓનો વિરોધ કર્યો

અકસ્માત માં ચમત્કારિક બચાવ

ફાયર અધિકારીએ બનાવને એટલે એ વિગત આપતા વધુમાં જણાવ્યું હતું કે લાલ કલરની બ્રિઝા કાર અને સફેદ કલરની SWIFT કાર વચ્ચે વિચિત્ર પ્રકારે અકસ્માત સર્જાયો તેમાં લાલ કલરની કારમાં પાંચ લોકો સવાર હતા. બે પુરુષ યસ મનોજભાઈ પટેલ, પ્રફુલ પટેલ અને ત્રણ યુવતી ખુશી ગેલોડ, પલખ પટેલ, કૃપા પટેલ સવાર હતા. જેમાંથી સદનસીબે ખુશી નામની યુવતીને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે અન્ય ચારને કોઈ જ પ્રકારની ઇજાઓ થઇ ન હતી. અને તેઓ ઓલપાડ ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સફેદ SWIFT કારમાં બે લોકો સવાર હતા. ડ્રાઇવર સીટ પર શુભ કુમાર પટેલ અને બાજુમાં લીસા નાગજીભાઈ પટેલ સવાર હતા. જોકે આ ગંભીર અકસ્માતમાં SWIFT કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. અને તેમાં લીસા નામની યુવતીને ગંભીર ઈજા પહોંચવાની સાથે કારની અંદર ફસાઈ ગઈ હતી. જ્યારે સદનસીબે કાર ચલાવનાર શુભ પટેલને સામાન્ય નાની મોટી ઇજાઓ થતા ચમત્કારિક બચાવ થયો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">