Surat : માતાના મોત બાદ પિતાએ પણ આપઘાત કરતા દીકરી બની નિરાધાર, પોલીસે માસૂમના હાથે અંતિમ સંસ્કાર કરાવ્યા

પોલીસ માતા પિતાની છત્રછાયા ગુમાવનારી છ વર્ષની માસૂમ દીકરીના પરિવાર બનીને ઉભા છે. દીકરીની સમગ્ર જવાબદારી ઉઠાવનારી સરથાણા પોલીસે માસૂમ દીકરીના હાથે તેના પિતાના અગ્નિસંસ્કાર કરાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Surat : માતાના મોત બાદ પિતાએ પણ આપઘાત કરતા દીકરી બની નિરાધાર, પોલીસે માસૂમના હાથે અંતિમ સંસ્કાર કરાવ્યા
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 07, 2023 | 12:45 PM

Surat : સુરતમાં માતાના કોરોનામાં થયેલા અવસાન બાદ બે દિવસ અગાઉ પિતાએ પણ આંબાના ઝાડ પર દોરી વડે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા (Suicide) છ વર્ષની દીકરી નિરાધાર થઈ ગઈ છે. જો કે, પોલીસ માતા પિતાની છત્રછાયા ગુમાવનારી છ વર્ષની માસૂમ દીકરીના પરિવાર બનીને ઉભા છે. દીકરીની સમગ્ર જવાબદારી ઉઠાવનારી સરથાણા પોલીસે (Sarthana police) માસૂમ દીકરીના હાથે તેના પિતાના અગ્નિસંસ્કાર કરાવીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો-Gujarati Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, જ્ઞાનસેતુ પ્રોજેક્ટ સહિત અન્ય મુદ્દાઓ પર થશે ચર્ચા

બે દિવસ અગાઉ પિતાએ આપઘાત કર્યો હતો

પુણા-સારોલી બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે નહેરની બાજુમાં આંબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ લટકી રહ્યો હતો. મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ આ દૃશ્ય જોઈ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી વિગત આપી હતી કે આંબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં એક વ્યક્તિની લાશ લટકી રહી છે અને મૃતદેહ પાસે એક બાળકી ઊભી છે, જે સતત રડી રહી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પિતાએ ઝાડ સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો

બાળકીની ઉંમર ફક્ત છ વર્ષની હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ કંટ્રોલ રૂમમાંથી તાત્કાલિક સરથાણા પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે દોડાવાઈ હતી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કરેલી તપાસમાં માસૂમ બાળકીએ પોતાનું નામ નેન્સી (ઉં.વ. 6) અને ઝાડ સાથે લટકી રહેલી લાશ તેના પિતા ધર્મેન્દ્ર વ્રજલાલ રાઠોડ (ઉં.વ. 40)ની હોવાનું જણાવ્યું હતું. આગળ નેન્સી પાસેથી વધુ માહિતી જાણ્યા બાદ પોલીસના માણસો અને ત્યાં હાજર લોકો ભારે આઘાત લાગ્યો હતો.

પોલીસે પરિવારની જવાબદારી નિભાવી

6 વર્ષની નિરાધાર બાળકીના પરિવારમાંથી કોઈ નથી. જેથી સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બાળકીનો હાલ પરિવાર બની ગયો છે. બાળકીની તમામ જવાબદારી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉઠાવી રહ્યાં છે. પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, અમે આ બાળકીના શિક્ષણની પણ તમામ જવાબાદારી ઉઠાવવાના છીએ. જો કે, આજે આ બાળકીનો ખરેખર પરિવાર અને પરિવારના મોભીના સ્વરૂપે પોલીસ કર્મચારીઓ જોવા મળ્યાં હતાં. પોલીસે બાળકીના હાથે તેના પિતાના અંતિમ સંસ્કાર કરાવ્યાં હતાં. માસૂમ બાળકીને સાથે લઈ જઈને સ્મશાનભૂમિમાં અગ્નિદાહ અપાવ્યો હતો.

કોરોનામાં માતાનું પણ અવસાન થયુ

પોલીસે જણાવ્યું હતું કે મૃતક ધર્મેન્દ્ર ભાવનગરનો વતની હતો. શનિવારે વતનથી પરત ફર્યા બાદ પુણા-સારોલી બીઆરટીએસ જંક્શનથી વનમાળી જંક્શન વચ્ચે રોકાયો હતો. ત્યારબાદ રાત્રિ દરમિયાન નેન્સી ઊંઘી જતાં તેણે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું લીધું હતું. નેન્સીએ કોરોનામાં માતાનું પણ અવસાન થઈ ચૂક્યું હોવાનું કહ્યું હતું.

દીકરી તદ્દન નોધારી થઈ

નેન્સી માતા-પિતા સિવાય પોતાના કે પરિવારના અન્ય સભ્યો વિશે વધુ કાંઈ જાણતી નથી. મૃતક ધર્મેન્દ્ર પાસેથી મળેલા આધારકાર્ડમાં તેનું લંબે હનુમાન રોડ સ્થિત રેણુકા ભવનનું સરનામું મળી આવ્યું છે. માતાના મોત બાદ પિતાએ આપઘાત કરી લેતાં આ દીકરી તદ્દન નોધારી થઈ જતાં પોલીસ પણ બેઘડી વિચારતી થઈ ગઈ હતી. માતા-પિતાનાં મૃત્યુ બાદ હવે માસૂમ નેન્સીનું શું થશે? એવી ચર્ચા ઘટનાસ્થળે હાજર લોકોમાં થવા સાથે આઘાતની લાગણી જોવા મળી હતી.

‘શી’ટીમ બાળકીની સંભાળ રાખી રહી છે

હાલ તો એકાએક નોધારી બનેલી આ નાનકડી બાળા નેન્સીને પોલીસે પોતાની પાસે રાખી લીધી છે. ‘શી’ ટીમ તેની સાર-સંભાળ રાખી રહી છે. મૃતક ધર્મેન્દ્ર પાસેથી મળેલા આધારકાર્ડના સરનામે પોલીસે તપાસ કરાતાં ત્યાં કોઈ મળ્યું ન હતું, પરંતુ તેના એક વર્ષના પુત્રને દત્તક લેનારા જૂનાગઢ વિસાવદરના ભટ્ટ પરિવારની માહિતી મળી હતી. જેથી લોકોને પોલીસે અપીલ કરી છે કે આ બાળકીના વાલીવારસને જાણતા હોય તો સરથાણા પોલીસને જાણ કરવા વિનંતી. જો બાળકીના વાલી વારસ નહીં મળે તો આગળની કાર્યવાહી કરાશે.

બાળકીને તેના ઘરે અને મંદિર સહિતની જગ્યાઓ પર લઈ જવાઈ મહિલા પીએસઆઇ બીડી મારુએ જણાવ્યું હતું કે આ બાળકીના પિતાએ આપઘાત કરી લીધો હતો. બાળકીના પિતા હીરાના કારીગર હતા. જોકે કામ ન મળવાના કારણે આપઘાત કરી લીધો હોવાનું અનુમાન છે. બાળકીને પરિવારની હૂંફ આપવામાં આવી રહી છે. બાળકીને તેના ઘરે અને મંદિર સહિતની જગ્યાઓ પર લઈ જઈ સાર-સંભાળ રાખવામાં આવી રહી છે. બાળકીને તેનાં માતા-પિતાની ગેરહાજરીનો અહેસાસ ન થાય એ માટે પોલીસ પરિવાર દ્વારા હૂંફ આપવામાં આવી રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">