Gujarati VIDEO : જામનગરમાં જિલ્લા પંચાયતની બજેટની સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. બજેટની સામાન્ય સભા પહેલા બજેટની કોપી ન અપાતા વિરોધ થયો હતો. વિપક્ષી નેતાએ બજેટની કોપી ફાડીને વિરોધ નોંધાવ્યો. એટલુ જ નહીં તેમણે ટેબલ પર ચડીને સુત્રોચ્ચાર પણ કર્યો હતા. તો સાથે જ નારાજ થયેલા વિપક્ષના નેતાઓએ ચાલુ સભામાંથી વોકઆઉટ પણ કર્યું હતુ. મહત્વનું છે કે ચાલુ સભામાં સ્થિતિ વણસતા પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી.
આપને જણાવી દઈએ કે,જામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી. સામાન્ય રીતે સામાન્ય સભા પહેલાં બજેટની કોપી સભ્યોને આપવામાં આવે છે પણ જામનગર જીલ્લા પંચાયતની સામાન્ય સભા પહેલા બજેટની કોપી આપવામાં ના આવતાં વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો.એટલુ જ નહીં વિરોધ કર્યા બાદ ચાલુ સભામાંથી વોકઆઉટ પણ કર્યું.
જિલ્લા પંચાયતમાં શાસક પક્ષની મનમાનીને પગલે વિપક્ષી નેતા ટેબલ પર ચડી ગયા અને શાસક પક્ષ પર આકરા પ્રહાર કર્યા, જો કે સ્થિતિ વણસતા સ્થાનિક પોલીસને પણ બોલાવવાની ફરજ પડી.