કેન્દ્ર સરકારનો વધુ એક હાઇવે પ્રોજેક્ટ વિવાદમાં, વાપીથી દાહોદ વચ્ચે નેશનલ હાઇવેની કામગીરીને હાઇકોર્ટમાં પડકાર

નેશનલ હાઈવેને ફોરટ્રેક બનાવવા જમીન સંપાદનની કામગીરી થશે. આ કામ માટે જાહેર કરાયેલ પરિપત્ર ગેરબંધારણીય હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે.અરજદાર હોશંગ મીરઝાએ તેમના એડવોકેટ વિક્રમ ત્રિવેદી અને નિલકંઠ ત્રિવેદી મારફતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતાબેન અગ્રવાલ અને જસ્ટીસ એન. વી. અંજારીયાની બનેલી ડીવીઝન બેન્ચ સમક્ષ આ પીટીશન દાખલ કરી છે.

કેન્દ્ર સરકારનો વધુ એક હાઇવે પ્રોજેક્ટ વિવાદમાં, વાપીથી દાહોદ વચ્ચે નેશનલ હાઇવેની કામગીરીને હાઇકોર્ટમાં પડકાર
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Aug 08, 2023 | 12:53 PM

Ahmedabad : કેન્દ્ર સરકારનો વધુ એક હાઇવે પ્રોજેક્ટ (Highway Project) વિવાદમાં આવ્યો છે. વાપીથી દાહોદ વચ્ચે નેશનલ હાઇવેની કામગીરીને હાઇકોર્ટમાં (High Court)પડકારાઈ છે. નેશનલ હાઈવે નંબર 56 ને ચાર માર્ગીય બનાવવા માટે જમીન સંપાદન (Land acquisition) કરવા માટેના કેન્દ્ર સ૨કા૨નાં જાહે૨નામાની કાયદેસ૨તાને પડકારતી પીટીશન થઇ છે. હાઈવે માટે જમીન સંપાદનની કામગીરીને લઈ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાઇકોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ પાઠવી જવાબ આપવા જણાવ્યું છે

આ પણ વાંચો-Ahmedabad Breaking News : SG હાઇવે પર તથ્યવાળી થતાં રહી ગઈ ! અચાનક આખલો આવી જતા કાર ચાલકે ગુમાવ્યો કાબૂ, આખલાનું ઘટના સ્થળે મોત

નેશનલ હાઈવેને ફોરટ્રેક બનાવવા જમીન સંપાદનની કામગીરી થશે. આ કામ માટે જાહેર કરાયેલ પરિપત્ર ગેરબંધારણીય હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે.અરજદાર હોશંગ મીરઝાએ તેમના એડવોકેટ વિક્રમ ત્રિવેદી અને નિલકંઠ ત્રિવેદી મારફતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતાબેન અગ્રવાલ અને જસ્ટીસ એન. વી. અંજારીયાની બનેલી ડીવીઝન બેન્ચ સમક્ષ આ પીટીશન દાખલ કરી છે. આ બેન્ચે કેન્દ્ર સ૨કા૨, કોમ્પીટન્ટ ઓથોરીટી એન્ડ સ્પેશીયલ લેન્ડ એવીઝીશન ઓફીસ૨, પ્રોજેકટ ડાયરેકટર, નેશનલ હાઈવે ઓથોરીટી, પ્રિન્સીપાલ સેક્રેટરી, મીનીસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટસ અને એટૉની જન૨લ ઓફ ઈન્ડિયાને નોટિસ કાઢવાનો હુકમ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 29 ઓગસ્ટના રોજ થશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રીટ પીટીશનમાં પીટીશનર હોશંગ મીરઝા દ્વારા ઘી નેશનલ હાઈવે એકટ –1956માં એમેન્ડીંગ એકટ 16/1997 થી કલમ–3–એ અને 3–જે દાખલ ક૨વામાં આવી છે. અરજદારે નિર્ણયને ભેદભાવ પૂર્ણ (Discriminarty) અને ગેરબંધા૨ણીય (Unconstitutional) હોવાનું જણાવી તેને રદબાતલ કરાવવા દાદ માંગી છે. તેમજ 1 માર્ચ 2023નું તે અંગેનું નોટીફીકેશન ઈલીગલ આર્બિટરી, માલાફાઈડ અને કપટપુર્વક, ઈરાદાપૂર્વક પ્રસિધ્ધ થયાનું જણાવી તેને રદબાતલ કરાવવા દાદ માગી છે.

પીટીશનમાં જણાવવામાં આવ્યુ છે કે નેશનલ હાઈવે નંબર-56 થી 62ના ગામોમાં નવો રોડ 45 મીટ૨ની ૫હોળાઈનો ક૨વા માટેના જેવા કે, રાણીફળીયા, ઉનાઈ, ચઢાવ વિગેરે જેવા અનેક સ્થળોએ એકવીઝીશન ક૨વા માટેના કેન્દ્ર સ૨કા૨ના ઈરાદાને પબ્લીક પોલીસી અને પબ્લીક ઈન્ટરેસ્ટ વિરૂધ્ધનું છે જેથી તેને ૨દબાતલ ક૨વામાં આવે. તેમજ જમીનની જંત્રીના દરો ખૂબ ઓછા છે અને તે પ્રમાણે ગણતરીમાં લઈ ખેડૂતોને વળતર આપવામાં આવે તો તે ખુબ જ ઓછુ વળતર મળે તેમ છે. આથી વાસ્તવિક બજારભાવો ગણતરીમાં લઈ ધી રાઈટ ટુ ફેઈર કોમ્પેનશેશન એન્ડ ટ્રાન્સપ૨ન્સી ઈન લેન્ડ એકવીઝીશન, રીહેબીલીએશન એન્ડ રીસોલમેન્ટ એકટ-2013 અન્વયે કાર્યવાહી કરી અન્ય સંપાદનોની જેમ ચાર ગણું ખેડુતોને પુરતુ વળતર આપવા માગ કરાઇ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">