AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad Breaking News : SG હાઇવે પર તથ્યવાળી થતાં રહી ગઈ ! અચાનક આખલો આવી જતા કાર ચાલકે ગુમાવ્યો કાબૂ, આખલાનું ઘટના સ્થળે મોત

અમદાવાના એસજી હાઈવે પર પુરઝડપે કાર ચાલક સાથે આખલો અથડાયો હતો. કાર ગોતા બ્રિજથી નીચે ઉતરતા જ અચાનક આખલો આવતા ટક્કર વાગી અને આખલો ઉછળીને કારની બોનેટ પર પડ્યો હતો. અકસ્માતમાં આખલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ.

Ahmedabad Breaking News : SG હાઇવે પર તથ્યવાળી થતાં રહી ગઈ ! અચાનક આખલો આવી જતા કાર ચાલકે ગુમાવ્યો કાબૂ, આખલાનું ઘટના સ્થળે મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2023 | 11:26 AM
Share

Ahmedabad News : રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં પણ વધુ એક અકસ્માતની ઘટના બની છે. અમદાવાના એસજી હાઈવે પર પુરઝડપે કાર ચાલક સાથે આખલો અથડાયો હતો. કાર ગોતા બ્રિજથી નીચે ઉતરતા જ અચાનક આખલો આવતા ટક્કર વાગી અને આખલો ઉછળીને કારની બોનેટ પર પડ્યો હતો. અકસ્માતમાં આખલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. અકસ્માત સર્જાયા બાદ ટોળું ઉભું હોવા છતાં કાર ચાલક ગાડીમાંથી નીકળતા પહેલા ગાડી આગળ લઇને રિવર્સ લીધી હતી.

આ પણ વાંચો : Ahmedabad : મિલકત ધારકો માટે AMCનો મહત્વનો નિર્ણય, બ્લડ રીલેશન ધરાવતી વ્યક્તિ પર નહિં લાગે ડબલ ટેક્સ, જુઓ Video

કાર ચાલક લોહીલુહાણ હાલતમાં હતો છતાં કારની બહાર આવતો ન હતો. કારચાલક ઈજાગ્રસ્ત હોવાથી તાત્કાલીક સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી. 108 એમ્બ્યુલન્સ આવ્યા બાદ કાર ચાલક કારમાંથી બહાર આવ્યો હોવાની માહિતી મળી છે. તો કાર ચાલક બળદેવ પોતાનું નામ કહ્યું અને તે આઇટી કંપનીમાં નોકરી કરતો હોવાનું જણાવ્યુ છે. આ ઉપરાંત તેને અકસ્માતની જાણ ઘરે ન કરવા જણાવ્યુ હતુ, ” મારે કોઈને ફોન કરવો નથી મારી પત્ની એકલી છે ચિંતા કરશે “. અકસ્માતના સમયે મદદ આવેલા સ્થાનિકો ડરના કારણે ડિવાઈડર પર ઉભા રહ્યા હતા.

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં થયો સતત વધારો 

તો આ અગાઉ અમદાવાદના સીજી રોડ પર પુરઝડપે જતી કારનો અકસ્માત થયો હતો. વળાંક લેતા સમયે બે કાર વચ્ચે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી હતી. એક કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો. જો કે ટ્રાફિક પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

તો છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સતત અકસ્માતના કેસની ઘટનાઓમાં વધારો થયો છે. તો થોડા દિવસ અગાઉ અમદાવાદના રાણીપમાં BRTS બસ ચાલક અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ચાલક સામાન્ય ઈજા સાથે હેમખેમ બચી ગયો હતો. તો આ અગાઉ પણ જાફરાબાદના ટીંબી નજીક સાવરકુંડલા-ઉના રૂટની એસટી બસ પલટી ગઈ હતી.

બસમાં સવાર 19 પૈકી 4 ઘાયલોને ઉના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો વડોદરાના કરજણની ધાવત ચોકડીવાળા ઓવરબ્રિજ પાસે ટ્રકની પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાઈ છે. આ દુર્ઘટનામાં ડ્રાઈવર અને ક્લિનરનું મોત નિપજ્યું છે. તો મહેમદાવાદના હલદરવાસ પાસે દારૂ ભરેલી કાર પલટી છે. પોલીસથી બચવા ફૂલ સ્પીડમાં જતા કાર ચાલકે બે અન્ય વાહનોને અડફેટે લીધા હતા. જો કે અકસ્માત બાદ બુટલેગર કાર મૂકીને નાસી છૂટ્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">