Ahmedabad : સિંધુ ભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઇકોર્ટે પોલીસ અધિકારીઓને નોટિસ ફટકારી, જુઓ Video
સિંધુ ભવન રોડ પર એક યુવકને જાહેરમાં પરેડ કરાવવી પોલીસને ભારે પડી છે. આ મામલે સરખેજ પોલીસ ઇન્સ્પેકટર, સરખેજ પોલીસ સ્ટેશનના PSI, સેટેલાઇટના PSI અને એક કોન્સ્ટેબલને કોર્ટે નોટિસ ફટકારી છે.
Ahmedabad : સિંધુ ભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મુદ્દે હાઇકોર્ટે (High Court) સંબંધિત પોલીસ અધિકારીઓ સામે નોટિસ ઇશ્યુ કરી છે. સંબંધિત પોલીસ અધિકારીઓને હાઇકોર્ટે, અદાલતના હુકમના તિરસ્કારની નોટિસ ઇસ્યુ કરી છે.
આ પણ વાંચો Gujarati Video : તિસ્તા સેતલવાડે ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી
સિંધુ ભવન રોડ પર એક યુવકને “ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહીં” આવું પોસ્ટરમાં લખાવી પોલીસે પરેડ કરાવી હતી. જે મામલે કોર્ટે સરખેજ પોલીસ ઇન્સ્પેકટર, સરખેજ પોલીસ સ્ટેશનના PSI, સેટેલાઇટના PSI અને એક કોન્સ્ટેબલને કોર્ટે નોટિસ આપી છે. આગામી 7 ઓગસ્ટ સુધીમાં ખુલાસો માગ્યો છે. તેમજ કેસની વધુ તપાસ પર હાઇકોર્ટે રોક લગાવી છે.
Latest Videos
Latest News