AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : ભાવનગરમાં PGVCLની ઘોર બેદરકારી આવી સામે, રસ્તા પર લટકતા જીવતા વીજતાર મોતને નોંતરતા હોય તેવા દ્રશ્યો

Gujarati Video : ભાવનગરમાં PGVCLની ઘોર બેદરકારી આવી સામે, રસ્તા પર લટકતા જીવતા વીજતાર મોતને નોંતરતા હોય તેવા દ્રશ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 9:49 AM
Share

Bhavnagar News : રસ્તાની બાજુમાં થાંભલા પર લગાવેલા લાઈટના બોક્સ તમારા માટે જીવના જોખમ સમાન સાબિત થઈ શકે છે. શહેરમાં આવેલી ગુજરાત સોસાયટી તેમજ વી.ટી.નગર રોડ પાસે આવા જ દ્રશ્યો જોવા મળ્યા. અહીં બહાર જીવતા વીજતાર લટકી રહ્યા છે.

ભાવનગરના રસ્તાઓ પર મોતનું જોખમ રહેલુ છે. જો ભાવનગરવાસીઓ શહેરના જાહેર રસ્તા પર ચાલવા નીકળો તો જરા ધ્યાનથી નીકળજો. કારણકે રસ્તાની બાજુમાં થાંભલા પર લગાવેલા લાઈટના બોક્સ તમારા માટે જીવના જોખમ સમાન સાબિત થઈ શકે છે. શહેરમાં આવેલી ગુજરાત સોસાયટી તેમજ વી.ટી.નગર રોડ પાસે આવા જ દ્રશ્યો જોવા મળ્યા. જ્યાં લોખંડ અને પતરાની પેટી સાવ તૂટેલી હાલતમાં છે અને તેમાંથી બહાર જીવતા વીજતાર લટકી રહ્યા છે.

આ પણ વાંચો-Kutch : કેન્દ્રીય પ્રધાન દેવુસિંહે, સરહદી જિલ્લા કચ્છમાં ટેલિકોમ્યુનિકેશન માટે યોજી સમિક્ષા બેઠક

આ જીવતા વીજતારના સંપર્કમાં જો ભૂલથી પણ તમે આવ્યા તો તમને મોટું નુકસાન થઈ શકે છે. જાહેર માર્ગ પરના આ જીવતા વીજતાર અને તૂટેલી પેટીઓ PGVCLની ઘોર બેદરકારીની ચાડી ખાઈ રહ્યા છે. સ્થાનિકોની માગ છે કે PGVCL આ પતરાની પેટી હટાવીને તેની જગ્યાએ પ્લાસ્ટિકની પેટીઓ મુકે અને વીજતારને પણ યોગ્ય કરે. જેથી માણસો તો ઠીક પણ ઢોર-ઢાંખર તેના સંપર્કમાં આવીને જીવ ન ગુમાવે.

સ્થાનિકોની માગ અને સ્થિતિની ગંભીરતાને જોતા આ અંગેની જાણ તંત્રના અધિકારીને કરવામાં આવી, તો અધિકારીએ પણ પ્રિમોન્સૂનની કામગીરી અતંર્ગત કામગીરી કરવામાં આવશે તેવી હૈયાધારણા તો આપી છે, પણ આ કામ સાચે જ થાય ત્યારે ખરું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">