AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch : કેન્દ્રીય પ્રધાન દેવુસિંહે, સરહદી જિલ્લા કચ્છમાં ટેલિકોમ્યુનિકેશન માટે યોજી સમિક્ષા બેઠક

કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે, દેશના સરહદી વિસ્તાર એવા કચ્છના છેવાડાના ગામ સુધી મોબાઈલ ફોનની કનેકટીવીટી પહોંચે તે માટે સમિક્ષા બેઠક યોજી હતી. કચ્છના 87 ગામમાં મોબાઈલ નેટવર્ક ઉભું કરવા સર્વે કરાયો છે.

Kutch : કેન્દ્રીય પ્રધાન દેવુસિંહે, સરહદી જિલ્લા કચ્છમાં ટેલિકોમ્યુનિકેશન માટે યોજી સમિક્ષા બેઠક
Jay Dave
| Edited By: | Updated on: Apr 22, 2023 | 9:32 AM
Share

કચ્છના પ્રવાસે આવેલા કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે કલેકટર કચેરી ખાતે ભારતીય પોસ્ટ વિભાગ, ટેલીકોમ્યુનીકેશન વિભાગ તથા સંબંધિત અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરી હતી. બેઠકમાં મંત્રીએ ટેલીકોમ્યુનીકેશન વિભાગ દ્વારા કાર્યરત પ્રોજેકટમાં વેગ લાવવા તથા લોકહિતની યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવી સક્રીય કામગીરી કરવા પોસ્ટ વિભાગને સુચના આપી હતી.

છેવાડાના ગામ સુધી પોસ્ટ વિભાગની કનેકટીવીટી પહોંચે તેવા પ્રયત્નો

ખાસ કરીને મહિલા સમ્માન પત્રને સંલગ્ન સક્રીય કામગીરી કરવા તથા BSNLને 4G પ્રોજેકટમાં કચ્છને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કચ્છના છેવાડાના ગામ સુધી પોસ્ટ વિભાગની તથા ટેકનોલોજીની કનેકટીવીટી પહોંચે તેવા સરકાર દ્વારા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે હેઠળ કચ્છના 87 ગામમાં નેટવર્ક ઉભું કરવા સર્વે કરાયો છે.

ડ્રોનથી પાર્સલ સેવા શરૂ કરવા કચ્છમાં ટ્રાયલ કરાયુ

સુરક્ષાને ધ્યાને રાખી આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ થશે અને નવા ટાવરો ઉભા કરવા સહિતની સુવિદ્યા ઉભી કરાશે ત્યારે આ દિશામાં ઝડપથી કામગીરી થાય તે માટે સુચના અપાઇ છે. પોસ્ટ વિભાગ દ્વારા ડ્રોનથી પાર્સલ સેવા શરૂ કરવા કચ્છમાં ટ્રાયલ કરાયુ છે સાથે આ દિશામાં ઝડપથી આગળ વધવા તેમણે સુચનો કર્યા હતા. બેઠકમાં પોસ્ટ વિભાગ તથા ટેલીકોમ્યુનીકેશન સહિતના વિભાગે પોતાની કામગીરીનું પ્રેઝટેન્શન કર્યું હતું જેમાં પોસ્ટ વિભાગ આગામી સમયમાં ભુજ અને ગાંધીધામ ખાતે ડાકઘર નિર્યાત કેન્દ્ર ચાલુ કરવા નિર્ણય લેવાયો હોવાની પણ જાહેરાત કરાઇ હતી.

38,000 નવી ભરતી પોસ્ટ વિભાગમાં કરવામાં આવશે

આકાશવાણીના પૂર્વ કર્મચારી રહી ચુકેલા મંત્રીએ કચ્છમાં રેડીયો સુવિદ્યા વિસ્તારવા પણ બનતા પ્રયાસોની ખાતરી આપી હતી. સાથે ઇન્ડીયન રેલવે પછી જે સરકારી વિભાગમાં સૌથી વધુ સ્ટાફ છે તેવા પોસ્ટ વિભાગમાં આગામી દિવસોમાં પણ સ્ટાફની ધટના મુદ્દાનો તેઓએ સ્વીકાર કર્યો હતો અને 38,000 નવી ભરતી પોસ્ટ વિભાગમાં કરવામાં આવશે તેવી માહિતી પણ મંત્રીએ આપી હતી.

આ પણ વાંચો : નરનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં દાતાઓએ હરિકૃષ્ણ મહારાજને અપર્ણ કર્યું સુવર્ણનું દાન, ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત જુઓ Photos

2G -3G ગોટાળા અંગે તેઓએ વાત કરી તેઓએ દેશમાં કોમ્યુનીકેસન સીસ્ટમ વધુ સુદ્રઢ બની હોવાનો દાવો કર્યો હતો સાથે આગામી દિવસોમાં BSNL પણ 4 જી સેવાનો પ્રારંભ કરશે જેની સ્વેદેશી ટેકનોલોજીથી તૈયાર કરાઇ છે જે 5 જી બેન્ડની સુવિદ્યા પણ ભવિષ્યમાં આપી શકશે. આ અંગે કામ ઝડપથી થશે અને જે રાજ્યોમાં ખાનગી મોબાઇલ સેવા પુરતી નથી ત્યા બી.એસ.એન.એલ પોતાની સેવા વિસ્તારશે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">