ભાવનગર આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખને પોલીસે કર્યા નજર કેદ, જુઓ VIDEO
જ્યારે યુવરાજસિંહની પુછપરછ હાથ ધરાઈ રહી હતી તે સમયે, આમ આદમી પાર્ટી ભાવનગરના પ્રમુખ મહિપાલસિંહ ઝાલા, યુવરાજસિંહના સમર્થનમાં SP કચેરીની બહાર આવ્યા હતા.
ડમી કૌંભાડમાં નામ જાહેર ના કરવા અંગે રૂપિયા લેવાના આરોપમાં યુવરાજસિંહની ગઈકાલ મોડી રાત્રે ભાવનગર પોલીસે ધરપકડ કરી છે. એસપી કચેરીએ હાથ ધરાયેલ યુવરાજસિંહની પુછપરછ દરમિયાન ભાવનગર પોલીસે, આમ આદમી પાર્ટીના ભાવનગરના પ્રમુખ મહિપાલસિંહને નજર કેદ કર્યા હતા. SP કચેરીએ, ડમી કાંડ કેસ સંદર્ભે, જ્યારે યુવરાજસિંહની પુછપરછ હાથ ધરાઈ રહી હતી તે સમયે, આમ આદમી પાર્ટી ભાવનગરના પ્રમુખ મહિપાલસિંહ ઝાલા, યુવરાજસિંહના સમર્થનમાં SP કચેરીની બહાર આવ્યા હતા. જેને ધ્યાને લઈને ભાવનગર પોલીસે, કાયદો અને વ્યવસ્થાના ભાગ રૂપે પોલીસે કર્યા નજરકેદ કર્યા હતા.
મહિપાલસિંહને પોલીસે નજર કેદ કર્યાની વાત વાયુવેગે, આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ફેલાતા, આપ પાર્ટીના કાર્યકરો એ એસપી કચેરીએ હોબાળો મચાવ્યો હતો. મહિપાલસિંહને મુક્ત કરો એમનો શુ વાંક છે જેવી દલીલો આપના કાર્યકર્તાઓએ પોલીસ સમક્ષ કરી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…