મહેસાણા ચરસ કેસનો મુખ્ય આરોપી મુંબઈથી ઝડપાયો

મહેસાણાથી પકડાયેલ આરોપીઓ એઝાઝ સૈયદને મુંબઈમાં ચરસની ડિલિવરી આપવાના હતા. જેમાં આરોપીઓની કબૂલાતના પગલે એઝાઝ સૈયદને પોલીસ ઝડપી શકી છે.

ગુજરાતના(Gujarat)મહેસાણા(Mehsana)હાઇવે પરથી 18 કિલો ચરસ(Drugs)ઝડપાવાના કેસનો મુખ્ય આરોપી ઝડપાયો છે. જેમાં મુખ્ય આરોપી એઝાઝ સૈયદ મુંબઈ થી ઝડપાયો છે. મહેસાણા SOG પોલીસે તેની ધરપકડ કરી છે. મહેસાણાથી પકડાયેલ આરોપીઓ એઝાઝ સૈયદને મુંબઈમાં ચરસની ડિલિવરી આપવાના હતા. જેમાં આરોપીઓની કબૂલાતના પગલે એઝાઝ સૈયદને પોલીસ ઝડપી શકી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ – પાલનપુર હાઇવે પરથી ફત્તેપુરા સર્કલ પાસેથી પોલીસે ચરસ ઝડપ્યું હતું. જેમાં ટ્રાફિક પોલીસના ચેકીંગમાં ચરસ ઝડપાયું હતું.તેમજ 15 કિલોથી વધુ ચરસના જથ્થા સાથે 3 શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ત્રણ શખ્સ કારમાં મુંબઇ તરફ ચરસ લઈને જતાં હતા.

આ સમયે પી એસ આઈ વી. પી. સોલંકીએ વાહન ચેકીંગ દરમિયાન ચરસ ઝડપ્યું હતું. MH 43 X 5909 નંબર ની ઝાયલો કારમાંથી ચરસ નો જથ્થો મળ્યો હતો. તેમજ આ ઘટનાની જાણ થતા મહેસાણા એસઓજી અને એલસીબી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ આ ત્રણ શખ્સ પાસેથી ચરસનો જથ્થો કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ દ્વારા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમણે આ ચરસની ડિલિવરી મુંબઈમાં એઝાઝ સૈયદને આપવાની બાબત કબૂલી હતી. જો કે  ચરસનો જથ્થો કયાથી લાવ્યા અંગે કોઇ માહિતી સાંપડી નથી. તેમજ પોલીસ આ સમગ્ર રેકેટના મૂળ સુધી જવા માટે અનેક  પ્રકારની તપાસ કરી રહી  છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં આગામી ચાર દિવસ આ વિસ્તારમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

આ પણ વાંચો :  Navratri 2021 : ગુજરાત પ્રવાસન નિગમે ઉંઝા ખાતે મહા આરતીનું આયોજન કર્યું, લોકો ગરબે ઝૂમ્યા

Click on your DTH Provider to Add TV9 Gujarati