નવસારીને મહાનગર પાલિકાનો દરજ્જો, સાંસદ સી.આર પાટીલે સરકાર તથા PM મોદીનો આભાર માન્યો

નવસારીને મહાનગર પાલિકાનો દરજ્જો, સાંસદ સી.આર પાટીલે સરકાર તથા PM મોદીનો આભાર માન્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2024 | 5:13 PM

ગુજરાતના બજેટમાં નવસારી નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાતને સી.આર.પાટીલે આવકારી છે. પાટીલે ટ્વીટ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી અને સરકાર તથા PM મોદીનો આભાર માન્યો હતો. મહાનગર પાલિકાનો દરજ્જો મળતા પાટીલે નવસારીના વિકાસને વધુ વેગ મળવાનો આશાવાદ રજૂ કર્યો છે.

ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. 2024માં 2047ના રોડમેપને દર્શાવતું રૂપિયા 3.32 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તો શહેરી વિકાસના ભાગરૂપે નાણાપ્રધાને બજેટમાં નવી 7 મહાનગરપાલિકાની જાહેરાત કરી છે. ગુજરાતમાં હવે 15 મહાનગરપાલિકા બનશે. ત્યારે આ 7 મહાનગરપાલિકામાં નવસારીનો પણ સમાવેશ થાય છે.

ત્યારે ગુજરાતના બજેટમાં નવસારી નગરપાલિકાને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાતને સી.આર.પાટીલે આવકારી છે. પાટીલે ટ્વીટ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી અને સરકાર તથા PM મોદીનો આભાર માન્યો હતો. મહાનગર પાલિકાનો દરજ્જો મળતા પાટીલે નવસારીના વિકાસને વધુ વેગ મળવાનો આશાવાદ રજૂ કર્યો છે. સાથે જ નવસારીની સુખાકારીમાં વધારો થવાનો પણ દાવો કર્યો છે.

આ પણ વાંચો રાજ્ય સરકારના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ, વિજ્ઞાનનો વ્યાપ વધારવા નમો સરસ્વતી યોજના માટે 400 કરોડ ફાળવાશે

g clip-path="url(#clip0_868_265)">