નર્મદા : નીલકંઠ ધામ પોઇચામાં વિશ્વના સૌથી લાંબા1008 ફૂટનો ફૂલોનો હાર ગુંબજને ચઢાવવામાં આવ્યો, જુઓ વીડિયો
નર્મદા : વિશ્વના પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઇચામાં વિશ્વના સૌથી લાંબા 1008 ફૂટ નો ફૂલોનો હાર રાજસ્થાન જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં સ્વામિનારાયણ મંદિરના સૌથી ઊંચા ગુંબજને ચઢાવવામાં આવ્યો હતો .
નર્મદા : વિશ્વના પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઇચામાં વિશ્વના સૌથી લાંબા 1008 ફૂટનો ફૂલોનો હાર રાજસ્થાન જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં સ્વામિનારાયણ મંદિરના સૌથી ઊંચા ગુંબજને ચઢાવવામાં આવ્યો હતો .
આશ્રમના સ્વામિ સંતો , ભક્તો, જનપ્રતિનિધિઓ, વિવિધ સમાજના અગ્રણીઓની હાજરીમાં ફૂલોની વિશાળ માળા ગુંબજ પર અર્પણ કરવામાં આવી હતી. વડોદરાના પ્રખ્યાત ફૂલના કુશળ ફૂલ કારીગરો દ્વારા આ ખાસ ફૂલનો હાર 400કિલો તાજા ફૂલોથી બનાવવામા આવ્યો હતો. આ અગાઉ ગુજરાત રાજ્યના મોગલ ધામ પ્રતિષ્ઠા મહોત્સવ 2022 પ્રસંગે એક વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યોહતો.જેમાં વિશ્વનો સૌથી લાંબો અને ભારે ફૂલોની માળા બનાવવામાં આવી જેની લંબાઈ 111 ફીટ અને વજન 270 કિલો હતું. હવે આજે બનાવવામાં આવેલ હાર ની લંબાઈ 1008ફૂટ અને તેનું વજન 450 કિલો છે.
Input Credit : Vishal Pathak, Narmada
