અંકલેશ્વરમાં નર્મદા નદીના પાણી ઘૂસતા જળબંબાકારની સ્થિતિ, મકાનોમાં પહેલા માળ સુધી પાણી પહોંચ્યા,જુઓ Video
ગુજરાતમાં વરસાદને (Rain) કારણે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પાણીની ભરપૂર આવક થઇ છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં (Ankleshvar) નર્મદા નદીના પૂરના પાણી ઘૂસ્યા છે.
Bharuch : ગુજરાતમાં વરસાદને (Rain) કારણે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) પાણીની ભરપૂર આવક થઇ છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં (Ankleshwar) નર્મદા નદીના પૂરના પાણી ઘૂસ્યા છે.
નર્મદા નદીના પૂરના પાણી અંકલેશ્વર તરફના વિસ્તારોના મકાનોમાં ફરી વળ્યા છે. જેના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે. મકાનોના પહેલા માળ સુધી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે. નર્મદા નદી ભયજનક સપાટીથી 17 ફૂટ ઉપર વહી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News