AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Video: નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો વધારો, નદીની જળસપાટી 39 ફુટ પર પહોંચી, તંત્ર થયુ સજ્જ

Rain Video: નર્મદા નદીના જળસ્તરમાં સતત વધારો વધારો, નદીની જળસપાટી 39 ફુટ પર પહોંચી, તંત્ર થયુ સજ્જ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 12:27 AM

Bharuch: ભરૂચમાં નર્મદા નદીમાં જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળ સપાટી 39 ફુટ પર પહોંચી છે. લોકો પોતાની ઘરવખરી અને જીવનજરૂરી માલસામાન સાથે સ્થળાંતર કરી રહ્યા છે. નર્મદા નદી હાલ ભયજનક સપાટી પર વહી રહી છે. આ તરફ મધ્યપ્રદેશમાં નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે.

Bharuch: ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર સતત વધી રહ્યુ છે. નર્મદા નદી ભયજનક સ્તરે વહી રહી છે. નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. નર્મદા નદીની જળસપાટી હાલ 39 ફુટે પહોંચી ગઈ છે. લોકો પોતાની ઘરવખરી સાથે સ્થળાંતર કરવા મજબુર બન્યા છે. કાંઠા વિસ્તારના ગામોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. નર્મદા નદીની ભયજનક સપાટી 30 ફુટ છે અને હાલ નદી 39 ફુટ પર પહોંચી છે. આસપાસના વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યુ છે.

પાતાળેશ્વર મહાદેવ મંદિરે લીધી જળસમાધિ

તંત્ર દ્નારા પણ રાહત બચાવની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. NDRF અને SDRFની ટીમો સજ્જ રખાઈ છે. નર્મદામાં પૂરની સ્થિતિને પગલે નદી કિનારે આવેલુ પાતાળેશ્વર મહાદેવ મંદિરે જાણે જળસમાધિ લીધી છે. સમગ્ર મંદિર પાણીમાં ગરકાવ થયુ છે. પાતાળેશ્વર મહાદેવ પર અભિષેક થતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: Rain Video: નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો થતા કાંઠા વિસ્તારના લોકો માટે રાહતના સમાચાર, 2 કલાકમાં 24,291 ક્યુસેક પાણીનો ઘટાડો

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 18, 2023 12:26 AM
g clip-path="url(#clip0_868_265)">