Narmada: સીઝનમાં પ્રથમવાર 137.84 મીટરે પહોંચી ડેમની જળ સપાટી, 2 દરવાજા મારફતે 5000 ક્યુસેક પાણી છોડાયુ

સરદાર સરોવર ડેમમાં (Sardar Sarovar Dam) હાલ પાણીની આવક 95,948 ક્યુસેક છે. નર્મદા ડેમના 2 દરવાજા મારફતે 5000 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 3:56 PM

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે સીઝનનો 100 ટકા કરતા વધુ વરસાદ (Rain) વરસી ચુક્યો છે. ઉપરવાસમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. જેના પગલે નર્મદાના સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળ સપાટીમાં વધારો થયો છે. સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમની જળસપાટી 137.84 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ત્યારે હવે સરદાર સરોવરમાં જળસપાટી ડેમની મહત્તમ સપાટીની નજીક હોવાથી સમગ્ર તંત્રની નજર ડેમ પર છે.

સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો

સરદાર સરોવર ડેમની સપાટી હાલમાં 137.84 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં હાલ પાણીની આવક 95,948 ક્યુસેક છે. નર્મદા ડેમના 2 દરવાજા મારફતે 5000 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. તો રીવરબેડ પાવરહાઉસમાંથી 42,731 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. તો હાલમાં ડેમમાં પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો 5491.40 MCM છે. સરદાર સરોવર ડેમમાં પાણીનો સારો એવો જથ્થો એકત્ર થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. સાથે જ આગામી વર્ષે પાણીની સમસ્યા ઊભી થવાની શક્યતા ઓછી હોવાથી તંત્રએ પણ રાહત અનુભવી છે.

5 સપ્ટેમ્બરના રોજ પ્રથમવાર નોંધાઈ હતી 137 મીટરની સપાટી

આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનો સારો એવો વરસાદ વરસ્યો છે. ઉપરાંત ઉપરવાસમાં પણ સારા વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક રહે છે. ત્યારે આ વર્ષે પ્રથમવાર 5 સપ્ટેમ્બરના રોજ ડેમનું જળસ્તર 137 મીટરે પહોંચ્યું હતું. તે સમયે સરદાર સરોવર ડેમમા 1 લાખ 1 હજાર 566 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી અને ડેમના 5 દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

બીજી તરફ નર્મદાના સરદાર સરોવર ડેમ પાસે આવેલા (Narmada) સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (Statue Of Unity) કારણે પ્રવાસીઓનું મન પસંદ સ્થળ બની ગયુ છે. અગાઉ નર્મદામાં અમદાવાદથી ખૂબ ઓછા સમયમાં વધુથી વધુ સહેલાણીઓ કેવડિયા આવીને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવાની તેમજ નર્મદા ડેમને જોવાની મજા માણી રહ્યા છે.

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">