AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amreli : મેઘાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદના પગલે શેખ પીપરિયામાં જળબંબાકારની સ્થિતિ

અમરેલીના (Amreli) લાઠી તાલુકામાં મેઘાની તોફાની બેટિંગને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

Amreli : મેઘાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદના પગલે શેખ પીપરિયામાં જળબંબાકારની સ્થિતિ
Rain in amreli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 11:01 AM
Share

હવામાન વિભાગે (IMD) આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની (Heavy rain) આગાહી કરી છે.ત્યારે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના (Amreli) લાઠી તાલુકામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો.વરસાદના પગલે શેખ પીપરિયામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.તો બીજી તરફ મેઘાની તોફાની બેટિંગને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમજ નદીમાં ઘોડાપૂર આવતા હાલ વહીવટી તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે.

ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં (Gujarat) ચોમાસાના (Monsoon 2022) અંતિમ ચરણમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હજુ પણ હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની (Rain) આગાહી કરી છે. આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર, પૂર્વ અને મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

સુરત, ભરૂચ, વડોદરા અને આણંદમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર અને જિલ્લાના વિસ્તારોમાં મંગળવારના રોજ ભારે વરસાદ પડશે તેવા હવામાન ખાતાએ સંકેત આપ્યા છે.થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">