સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો ‘ગંભીરા બ્રિજ’ ભયાનક રીતે તુટ્યો, CM ભૂપેન્દ્ર પટેલે આપ્યા તપાસના આદેશ
Bridge Collapse: આ બ્રિજ વર્ષ 1985માં લોકો માટે ખુલ્લો મુકાયો હતો અને વર્ષોથી સમારકામની માગણી છતાં તેનું યોગ્ય રીપેર કામ કરવામાં આવ્યું નહોતું. ખાસ કરીને ચોમાસાની ઋતુ શરૂ થવા પહેલાં સ્થાનિક વાસીઓએ ચેતવણી આપી હતી કે બ્રિજ ધ્રુજતો લાગે છે અને કોઇપણ સમયે ખતરો સર્જી શકે છે.
Bridge Collapse: આજના દિવસે એટલે કે 9 જુલાઈ 2025ની સવારે અંદાજે 7:30 કલાકે દુર્ઘટના બની હતી જ્યારે બ્રિજનો બે પીલર વચ્ચેનો સ્લેબ તૂટી ગયો અને સીધો નદીમાં ખાબક્યો. આ સમયે બ્રિજ પરથી પસાર થતા પાંચેક વાહનો નદીમાં ખાબકી ગયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોએ તરત ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું.
દુર્ઘટનામાં 3 લોકોના દુઃખદ મોત થયા છે, જયારે 5 લોકોને તત્કાળ બચાવી લેવાયા છે. સ્થાનિક તરવૈયાઓએ પણ રેસ્ક્યૂમાં ખુબ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હજીયે કેટલાક લોકો નદીમાં ફસાયેલા હોવાની આશંકા વચ્ચે ઓપરેશન ચાલુ છે. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, સીએમ ભુપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી છે. પુલ ક્યા કારણોસર તુટ્યો તે અંગે તપાસ ના આદેશો અપાયા છે.
કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા
આ બ્રિજ બાબતે વર્ષ 2021માં કોંગ્રેસે પણ માંગણી કરી હતી કે તેને બંધ કરવામાં આવે. તેઓએ આરોપ મૂક્યો કે વર્ષ 2022માં કરવામાં આવેલા સ્ટ્રક્ચરલ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હોવા છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. બીજી તરફ હાલના સચિવએ દાવો કર્યો છે કે બ્રિજનું સમારકામ ગયા વર્ષે કરાયું હતું.
આ ઘટનાએ ફરી એકવાર જાહેર સેવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ફળતાને પ્રકાશમાં લાવી છે. લોકોમાં આક્રોષ જોવા મળી રહ્યો છે અને દોષિતોની સામે તાત્કાલિક પગલાં લેવા માગ ઉઠી રહી છે. મૃતકોના પરિવારોને હાલ પૂરતો સહાય પેકેજ જાહેર કરાયું છે પણ મોટો સવાલ એ છે કે – જો તંત્ર સમયસર સ્થાનિકોનું માન્યા હોત તો આજે આ જીંદગીઓ બચી શકત.
ગુજરાતને લગતા સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો.
