Morbi: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ચેતવણી, પ્રેમના નામે દીકરીઓને ફસાવાશે તો સાંખી નહીં લેવાય, જુઓ Video

ગૃહપ્રધાન હર્ષ સંધવીએ કહ્યું હતું કે  પ્રેમના નામે કોઈપણ ભોળી દીકરીને ફસાવશે તો તેની ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.. તેમણે કહ્યું કે રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં જે દિવસે ફરિયાદ કે અરજી આવશે તે જ દિવસે તેને ગંભીરતાથી લેવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 1:02 PM

આજકાલ ધ કેરલ સ્ટોરી ફિલ્મને કારણે લવજેહાદનો મુદ્દો ચર્ચામાં છે.  ત્યારે  ગુજરાતના(Gujarat)  ગૃહપ્રધાન હર્ષ સંધવીએ( Harsh Sanghvi)  આ મુદ્દે ચેતવણી ઉચ્ચારી છે.  દુનિયાના કોઈ ખૂણામાં કે ગુજરાતમાં પ્રેમ કરવો કોઈ ગુનો નથી. પરંતુ કોઈ સલીમ સુરેશના નામે પ્રેમ કરીને દીકરીઓને ફસાવશે તો સાંખી નહીં લેવાય. આ ચેતવણી ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપી છે.. મોરબીમાં એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું કે- પ્રેમ કરવાનો હક બધાને છે. પરંતુ કોઈ સુરેશ સલીમ બનીને પ્રેમ કરે તો તે પણ ખોટું છે અને કોઈ સલીમ સુરેશ બનીને પ્રેમ કરે તે પણ ખોટું છે.

ગૃહપ્રધાન હર્ષ સંધવીએ કહ્યું હતું કે  પ્રેમના નામે કોઈપણ ભોળી દીકરીને ફસાવશે તો તેની ઉપર કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.. તેમણે કહ્યું કે રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં જે દિવસે ફરિયાદ કે અરજી આવશે તે જ દિવસે તેને ગંભીરતાથી લેવામાં આવશે. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે- ભોળી બહેન-દીકરીઓને નર્કમાં ફસાવવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે. તેની સામે પોલીસ ગંભીરતાપૂર્વક પગલાં ભરશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">