રાજ્યમાં ભરશિયાળે જામ્યો માવઠાંનો માહોલ, કુલ 230 તાલુકામાં વરસાદ, 45થી વધુ તાલુકામાં 1થી 4 ઈંચ વરસાદ
રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના કુલ 230 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો જેમા 45થી વધુ તાલુકામાં 1 થી 4 ઈંચ વરસાદ ખાબક્યો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની મજબુત સિસ્ટમ સક્રિય થતા માવઠાની સ્થિતિ જોવા મળી છે.
રાજ્યમાં કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તરથી લઈને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર વર્તાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં રવિવારની સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો અને અનેક જિલ્લાઓમાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી. રાજ્યના 230થી વધુ તાલુકામાં કમોસમી વરસાદેકેર વરસાવ્યો છે. જેમા 45 તાલુકા એવા છે જ્યાં 1 થી 4ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
રાજ્યના 230 તાલુકામાં છવાયો વરસાદી માહોલ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે માવઠું થઈ રહ્યું છે. આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આગાહી પ્રમાણે જ રાજ્યભરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને પછી પડ્યો ધોધમાર વરસાદ. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વરસાદ વરસ્યો. જેમના ઘરે શુભ પ્રસંગો છે તેમની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતોની સ્થિતિ તો બદથી બદતર થઈ છે.. પાક ઢળી પડ્યો છે, રવિપાકને લઈને ખેડૂતોની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
