Rain News : બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારમાં વિદ્યાર્થીઓ પૂરગ્રસ્ત નદી પાર કરવા મજબૂર, જુઓ Video
ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેવાડાના ગામોમાં શિક્ષણની મોટી-મોટી વાતો થતી હોય છે.પરંતુ શાળાએ ગામોના બાળકો કેવી રીતે પહોંચે છે. તે અંગે તંત્ર અજાણ હોય તેવી સ્થિતિ સામે આવી છે. બનાસકાંઠાના અમીરગઢના કાકવાડા ગામે વિદ્યાર્થીઓ નદીમાંથી પસાર થઈને શાળાએ જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

બનાસ નદીની પેલી પાર રહેતા લોકો દર ચોમાસામાં મુશ્કેલીમાં મુકાતા હોય છે. કારણ કે નદી પાર કરવા માટે લોકોને નદીમાંથી જ પસાર થવું પડે છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ પણ જીવના જોખમે નદી પાર કરીને શાળાએ અભ્યાસ કરવા જાય છે. ત્રણ વર્ષથી પુલ મંજૂર થયો છે છતાં કામગીરી હાથ ન ધરાતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે.
13 જિલ્લામાં વરસાદનું એલર્ટ !
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 13 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 4 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 4થી5 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શકયતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઈ બાદ ફરી એકવાર ચોમાસું સક્રિય થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારેની શક્યતા છે.કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે.રાજ્યની મોટી નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ શકે છે.