Rajkot News : વરસાદે તંત્રની પોલ ખોલતા જ ધોરાજીમાં રાજકારણ ગરમાયું, રસ્તાઓ પર જોવા મળ્યા ઠેર ઠેર ખાડા, જુઓ Video
રાજકોટના ધોરાજીમાં વરસાદે તંત્રની પોલ ખોલી છે.ધોરાજી શહેરમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. ધોધમાર વરસાદ બાદ નવા રસ્તા પણ ધોવાયા છે. રસ્તાઓ પર ઠેર- ઠેર ખાડા પડ્યા છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે.
સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ અનેક તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે રાજકોટના ધોરાજીમાં વરસાદે તંત્રની પોલ ખોલી છે.ધોરાજી શહેરમાં રસ્તાઓનું ધોવાણ થયું છે. ધોધમાર વરસાદ બાદ નવા રસ્તા પણ ધોવાયા છે. રસ્તાઓ પર ઠેર- ઠેર ખાડા પડ્યા છે. માર્ગ પર ખાડા’રાજને લીધે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે.
ધોરાજીમાં રાજકારણ ગરમાયું
ટ્રાફિક જામ, અકસ્માતથી સ્થાનિકો પરેશાન છે. રસ્તાઓનું વહેલી તકે સમારકામ કરાવવાની સ્થાનિકોની માગ છે. તેમજ કોન્ટ્રાકટર સામે કાર્યવાહીની માગ ઉઠી છે. જો કે નવા બનાવેલા રોડનું ધોવાણ થતા ધોરાજીમાં રાજકારણ ગરમાયુ છે.
કોંગ્રેસે ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યો છે. રોડની કામગીરી મળતીયાઓને આપ્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. તેમજ કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી અંગે ભાજપ મૌન હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. ભાજપે કોંગ્રેસ પક્ષ પર પ્રતિ આક્ષેપ પણ કર્યા છે.