Morbi Rain : ભારે વરસાદના પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલ્યો, 21 ગામને અપાયુ એલર્ટ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોરબી મચ્છુ 3 ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે.
Rain Update : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે મોટાભાગના ડેમો પાણીથી છલકાયા છે. ત્યારે મોરબી મચ્છુ 3 ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. આ ડેમમાં 1255 ક્યુસેક પાણીની આવક થઈ છે.મચ્છુ 3 ડેમમાંથી 1674 ક્યુસેક પાણીની જાવક થઈ છે. મોરબી અને માળીયા મિયાણાના 21 ગામને એલર્ટ કરાયા છે.
બ્રાહ્મણી ડેમ ખોલતા જ 11 ગામને અપાયું એલર્ટ
મોરબી તાલુકાના ગોરખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જૂના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુર ગઢ, સોખડા તેમજ માળીયા મીયાણા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીર વિદરકા, માળીયા મીયાણા, હરીપર, ફતેપર ગામોને એલર્ટ અપાયું.જ્યારે હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના પગલે 11 ગામને એલર્ટ આપવામાં આવ્યા છે.
Latest Videos