અંબાજીમાં દિલ્લીના DyCM મનીષ સિસોદીયાની હાજરીમાં મોદી- મોદીના લાગ્યા નારા,જુઓ VIDEO

કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાને (manish Sisodia) પણ મોદી સામનો કરવો પડ્યો છે.અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ પરત ફરતા સમયે લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Sep 26, 2022 | 9:39 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022) હવે ગણતરીના મહિનાઓ બાકી છે,ત્યારે આમ આદમી પાર્ટી સત્તાના શિખર સર કરવા તમામ શક્ય પ્રત્યન કરી રહી છે. સૌરાષ્ટ્ર બાદ હવે ઉતર ગુજરાતમાં (Gujarat) પકડ મજબૂત કરવા AAP મથામણ કરી રહી છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા હાલ ઉતરગુજરાતમાં (North gujarat) 6 દિવસની યાત્રા પર છે. ત્યારે આજે તેઓ પહેલા નોરતાએ માં અંબાના દર્શન કરવા અંબાજી પહોંચ્યા હતા. પરંતુ કેજરીવાલ બાદ મનીષ સિસોદિયાને (manish Sisodia) પણ મોદી સામનો કરવો પડ્યો છે.અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ પરત ફરતા સમયે લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા.

કેજરીવાલનું ‘મોદી-મોદી’ના નારાથી સ્વાગત

આ પહેલા કેજરીવાલ ચૂંટણી પ્રચાર માટે વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા, પરંતુ અહીં એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. કેજરીવાલનું સ્વાગત કરવા આવેલા કેટલાક કાર્યકરોએ તેમના આગમન પર ‘મોદી-મોદી’ (Modi Modi Slogan) ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. આ જોઈને ત્યાં ઊભેલા આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકરો પણ ચોંકી ગયા હતા. ઉતાવળમાં તેણે ‘કેજરીવાલ-કેજરીવાલ’ના નારા પણ લગાવવા માંડ્યા. આ જોઈને અરવિંદ કેજરીવાલ  (Arvind Kejriwal) ત્યાંથી હસતા હસતા ચાલ્યા ગયા.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati