Surat Video : ઉતરાણ પોલીસ સ્ટેશનના PSIનો વચેટિયો લાંચ લેતા ઝડપાયો, PSIની શોધખોળ હાથ ધરી

સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનના PSIનો વચેટિયો લાંચ લેતા ઝડપાયો છે. PSI ડી. કે.ચોસલાનો વચેટિયો રૂ.10 લાખની લાંચ લેતા ઝડપાયો છે.ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. લાંચ કેસમાં ફરાર PSI ડી.કે.ચોસલાની શોધખોળ હાથ ધરી છે. લાંચ કેસમાં PSI ડી.કે.ચોસલા સહિત અન્ય બે સાગરિતની મિલીભગત હોવાનું જાણવા મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 7:04 AM

Surat : રાજ્યમાં અવારનવાર લાંચ  લેતા લાંચિયા અધિકારીઓ ઝડપાતા હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે. સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનના PSIનો વચેટિયો લાંચ લેતા ઝડપાયો છે. PSI ડી. કે.ચોસલાનો વચેટિયો રૂ.10 લાખની લાંચ લેતા ઝડપાયો છે.

આ પણ વાંચો :Surat : મનપાના ફૂડ એન્ડ સેફટી ઓફિસરે શંકાસ્પદ ઘીના નમુના લીધા, 10 લાખથી વધારેનું ઘી સીઝ કર્યુ

ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. લાંચ કેસમાં ફરાર PSI ડી.કે.ચોસલાની શોધખોળ હાથ ધરી રહી છે. લાંચ કેસમાં PSI ડી.કે.ચોસલા સહિત અન્ય બે સાગરિતની મિલીભગત હોવાનું જાણવા મળે છે. ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી અરજદાર પાસે લાંચ માગ હતી.

શિક્ષક અને આચાર્ય લાંચ લેતા ઝડપાયા

તો બીજી તરફ મહિસાગર જિલ્લામાં આવેલ કડાણા સ્થિત એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કૂલના ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષક લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા છે. આચર્યની ઓફિસમાં જ લાંચની રકમ સ્વિકારતા એસીબીએ ઝડપી લઈને બંનેની ધરપકડ કરી છે. આચાર્ય અને શિક્ષક બંનેએ વિદ્યાર્થીઓને અપાતા ભોજન અને નાસ્તાના બીલની રકમમાંથી ત્રણ ટકા લેખે રકમ માંગી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">