હાડ થીજવતા શિયાળા માટે રહેજો તૈયાર! દિવાળી બાદ કાતિલ ઠંડીના દિવસો શરુ થશે
હાલમાં રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે, પરંતુ હવે ઠંડીના દિવસો શરુ થવા જઈ રહ્યા છે. ઠંડીના ચમકારો ધીરે ધીરે વધતો રહેશે. દિવાળી બાદના દિવસોમાં ઠંડીનુ પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો વલી ડિસેમ્બર મહિના દરમિયાન રાજ્યમાં કોલ્ડવેવની અસર જોવા મળી શકે છે એવી પણ સંભાવના વ્યક્ત થઈ રહી છે. આમ હવે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ઠંડીનુ પ્રમાણ વધારે રહેશે.
રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હવે આગામી દિવસોમાં ઠંડી તેનો રંગ દર્શાવશે એમ મનાય છે. દિવાળી બાદ તુરત જ ઠંડીનુ પ્રમાણ વધતુ જોવા મળી શકે છે. એટલે કે આગામી નવેમ્બર માસના અંતિમ દિવસો દરમિયાન ઠંડીનો ચમકારો વધી શકે છે. આમ હજુ કેટલાક દિવસ બેવડી ઋુતુના અહેસાસ બાદ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ થી ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન? ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ઝડપી બનાવાઈ
હવામાન વિભાગે મીડિયાને બતાવ્યુ હતુ કે, આગામી નવેમ્બર માસના અંતિમ દિવસો દરમિયાન ઠંડીનુ પ્રમાણ વધશે. જ્યારે ડીસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી અનુભવાશે. વર્ષના અંતિમ મહિનામાં કોલ્ડવેવ જોવા મળે એવી શક્યતા લાગી રહી છે. આમ કાતિલ ઠંડી હાડ થીજવી દેવી એવી હશે અને એ માટે તૈયાર રહેવુ પડશે. અમદાવાદમાં હાલમાં લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી રહેવાની સંભાવના છે.
