બહુચરાજી નજીક નવી બનેલ નર્મદા કેનાલમાં 10 દિવસમાં જ ગાબડું પડ્યુ, આસપાસના ખેતરોમાં પાણી ભરાયા
મહેસાણાના બહુચરાજી વિસ્તારમાં માયનોર કેનાલમાં ગાબડું પડવાને લઈ ખેડૂતોને માટે મુશ્કેલી સર્જાઈ છે. નર્મદા કેનાલની આ માયનર કેનાલમાં ગાબડુ પડતા પાણી આસપાસના ખેતરમાં ભરાયુ છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને લઈ ખેડૂતોને પાકમાં નુક્સાન સર્જાયુ છે. જોકે આ કેનાલને 10 દિવસ પહેલા જ શરુ કરાઈ છે. આમ નવી જ કેનાલમાં ભંગાણ પડવાને લઈ ભ્રષ્ટાચારની આશંકા સર્જાઈ છે.
નર્મદા કેનાલની માયનોર કેનાલમાં ભંગાણ પડવાની ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડ્યુ છે. ગાબડું પડવાને લઈ કેનાલનુ પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ જવા લાગ્યુ છે. જેને લઈ ખેતરોમાં રહેલો પાક પણ બગડવા લાગ્યો છે.
આ પણ વાંચોઃ ખેડૂતો અને પશુપાલકોની બચતની છેતરપિંડી આચરનારો 4 વર્ષે ઝડપાયો, કંપનીનો સંચાલક દારુ વેચતો હતો
દશેક દિવસ અગાઉ જ નર્મદાની માયનોર કેનાલને શરુ કરવામાં આવી હતી, લગભગ 1 કરોડ 80 લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાઈ હતી. જોકે કેનાલ બનાવવામાં હલકી ગુણવત્તાનો સામાન ઉપયોગ કરવામા આવ્યો હોવાને લઈ કેનાલનુ કામ નબળુ થયાના આક્ષેપો ચર્ચામાં થઈ રહ્યા છે. તો વળી આ કેનાલનુ કામ પણ ભાજપના જ એક નેતા પુત્રે કર્યુ હોવાની ચર્ચા થઈ રહી છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જન્મદિવસની કેક કટિંગ દરમિયાન Dharmendra Deol થયા ભાવુક, સની દેઓલે તેના રુમાલથી લૂછ્યાં આંસુ, જુઓ વીડિયો

સારા અલી ખાનને ફરી આવી સુશાંતસિંહ રાજપૂતની યાદ, ઈમોશનલ વીડિયો કર્યો શેર

શ્રીસંતની પત્નીએ ગૌતમ ગંભીરને આપ્યો જડબાતોડ જવાબ

સવાર, સાંજ કે બપોર ! કોફી પીવાનો સાચો સમય કયો?

તમે એકસપાયરી ફોન તો નથી વાપરી રહ્યાને ? આ રીતે જાણો

આજનું રાશિફળ તારીખ : 08-12-2023
Latest Videos