Mehsana : દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર સહિત ત્રણ સામે ચાર્જશીટ, જુઓ Video

મહેસાણામાં દૂધસાગર ડેરીમાં બહુચર્ચિત ઘી ભેળસેળના કેસમાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર સહિત ત્રણ સામે ચાર્જશીટ દાખલ કરાઇ છે. મહેસાણા ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્શ કોર્ટમાં ચાર્જશીટ મુકાઈ છે. અગાઉ પણ અન્ય ત્રણ આરોપીઓ સામે ચાર્જશીટ કરાઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 6:31 PM

Mehsana: દૂધસાગર ડેરીના બહુચર્ચિત ઘી ભેળસેળ કૌભાંડમાં વધુ 3 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઇ છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર સહિત 3 લોકો સામે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઇ છે. આ પહેલા અન્ય 3 આરોપીઓ સામે પણ ચાર્જશીટ કરવામાં આવી હતી. મહત્વનું છે કે કૌભાંડ મામલે અગાઉ ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન મોંઘજી ચૌધરી, તત્કાલીન એમડી નિશીથ બક્ષી, લેબ ટેકનિશિયન તેમજ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો : ડાયમંડ સિટી સુરતમાં બન્યું હીરા જડિત સંસદ, જુઓ PHOTOS

વર્ષ 2020માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દૂધસાગર ડેરીમાં દરોડા પાડ્યા હતા. જે દરમિયાન અમૂલ અને સાગર બ્રાન્ડની જૂદી જૂદી બેંચના 146 જેટલા ઘીના સેમ્પલ લઇને વડોદરાની લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. કુલ 146 પૈકી ફક્ત 1 સેમ્પલ જ પાસ થયું હતું. જ્યારે કે બાકીના તમામ 145 સેમ્પલમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું.

મહેસાણા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">