વલસાડમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં આગ, મોટાપાયે થયું નુકસાન, જુઓ વીડિયો
વલસાડમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના બની છે. મોડી રાત્રે અચાનક ભીષણ આગ લગતા આસપાસના લોકો ચિંતામાં મુકાયા હતા. ઉમરગામના દહેરીમાં આ ઘટના બની હતી. જે બાદ ફાયરની 6 ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. મહત્વનુ છે કે આગને પગલે ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયું છે.
વલસાડમાં ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. છેલ્લા એક માહિનામાં વલસાડના અનેક વિસ્તારોમાં આગ લાગવાના બનાવ બન્યા હતા. જેમાં હજી પણ નવી ઘટનાઓનો ઉમેરો થઈ રહયો છે.
આ પણ વાંચો : વીડિયો : દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો નવો કીમિયો, બેન્કની કેશ વેનમાં દારૂની હેરાફેરી ઝડપાઇ
દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં આગની ઘટનાને પગલે ફાયરની 6 ગાડી ઘટના સ્થળે પહોંચી છે. ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે ફેક્ટરીમાં મોટાપાયે નુકસાન થયું હતું. ફેક્ટરીમાં આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.
