Porbandar : ચોખા અને ખાંડ લઈ સોમાલિયા જતા જહાજમાં ભીષણ આગ,14 ક્રૂ મેમ્બરને બચાવાયા, જહાજે દરીયામાં જ જળસમાધી લીધી, જુઓ Video
પોરબંદર પોર્ટથી ચોખા અને ખાંડ લઈ સોમાલિયા જતા જહાજમાં ભીષણ આગ લાગી હતી. પરિણામે જહાજ બળીને ખાખ થઈ ગયું અને પોરબંદરના દરીયામાં જ જળસમાધી લીધી. શરૂઆતમાં ફાયર વિભાગે આગ બુઝાવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જહાજમાં ડિઝલનો હોવાથી જહાજને મધદરિયે લઈ જવામાં આવ્યું. જેથી પોર્ટ પર મોટા નુકસાનને ટાળી શકાય.

પોરબંદર પોર્ટ પર માલ વહાક જહાજમાં આગ લાગી હતી. જામનગરનું પી ડી આઈ 1383 નંબરનું હરિદર્શન નામનું માલ વહાક જહાજ પોરબંદર પોર્ટ પર માલ ભરવા આવ્યું હતું. જહાજમાં ખાંડ અને ચોખા ભરેલા હતા અને તે સોમાલિયા જવા નીકળવાના હતા. પરંતુ જહાજમાં ડીઝલનો જથ્થો હોવાની શક્યતા હોવાને કારણે જહાજમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા ફેલાઈ રહ્યા છે. ચાર કલાકથી ફાયર બ્રિગેડના જવાનો પાણીના મારો મારીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યા. નજીકમાં કૉસ્ટ ગાર્ડ અને નેવીના જહાજો પાર્ક કર્યા હતા, જેમને પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી.
ચોપાટી પર આગ લાગતા લોકોનું ટોળું એકઠું થયું હતું, જેને પોલીસે ચોપાટીથી દૂર કર્યા હતા. જહાજમાં ડીઝલના જથ્થા હોવાના કારણે બ્લાસ્ટ થવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. જહાજમાં કુલ 950 ટન ચોખા અને 78 ટન ખાંડ હતી, જેમાં 14 ક્રૂ મેમ્બરો હતા. જહાજમાં રહેલા તમામ ક્રૂ મેમ્બરનો સુરક્ષિત રીતે બચાવ કરવામાં આવ્યો છે અને તેમને ફિશિંગ બોટમાં ઉતારી લેવામાં આવ્યા. જે પછી જહાજમાં ડિઝલનો હોવાથી જહાજને મધદરિયે લઈ જવામાં આવ્યું. જેથી પોર્ટ પર મોટા નુકસાનને ટાળી શકાય. જે પછી પોરબંદરના દરીયામાં જ જળસમાધી લીધી.