Bhavnagar : કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની જન આશીર્વાદ રેલીનો આજે અંતિમ દિવસ,કહ્યુ “બાળકોનું રસીકરણ ટૂંક સમયમાં શરૂ થશે”

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની (Mansukh Mandviya) જન આશીર્વાદ રેલીનો આજે અંતિમ છે,તેમણે પાલિતાણાથી જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 4:22 PM

Bhavnagar : ભાજપ દ્વારા નવા કેબિનેટ મંત્રીઓની જન આશીર્વાદ યાત્રાનું (Jan Ashirwad Yatra) આયોજન કરવામાં આવ્યુ હતુ,જેમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા ભાવનગર શહેરમાં ચાર દિવસની જન આશીર્વાદ યાાત્રા કાઢવામાં આવી. તમને જણાવી દઈએ કે, તેમના હોમ ટાઉન પાલીતાણાથી જન આશીર્વાદ યાાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ટુંક સમયમાં 12 વર્ષથી વધુ વયના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે

જ્યારે આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની જન આશીર્વાદ રેલીનો અંતિમ દિવસ છે.ત્યારે તેમણે જણાવ્યુ હતુ કે,ટુંક સમયમાં 12 વર્ષથી વધુ વયના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.આપને જણાવી દઈએ કે ઝાયડસ કેડિલાની (Zydus cadila)વેક્સિનને ઈમરજન્સી મંજુરી આપવામાં આવી છે,જેથી બાળકો માટે પ્રથમ વેક્સિન દેશમાં ઉપલબ્ધ થઈ છે.ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં કોરોનાની કુલ છ વેક્સિનને મંજુરી આપવામાં આવી છે. જેમાં ભારતની સ્વદેશી બે વેક્સિનનો સમાવેશ થાય છે.

આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ વેક્સિનેશન અંગે જણાવ્યુ હતુ કે,દરરોજ 55 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવે છે.ઉપરાંત જણાવ્યુ કે,વેક્સિનેશનનું ઉત્પાદન અને વેક્સિનેશનની (Vaccination) ગતિ વધારવામાં આવી છે અને  દેશમાં ઝડપથી વેક્સિનેશન થાય એ માટે પ્રયત્ન કરવામાં આવશે.

આગામી 2022ની વિધાનસભાની ચુંટણીને લઈને તેમણે જણાવ્યુ કે,આગામી વિધાનસભાની ચુંટણીમાં (Election) ભાજપની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે જનતાના આશીર્વાદ પાર્ટી સાથે જ છે.

આ પણ વાંચો: Ahmedabad : કોઇ યુવતીને તેના બાળકનો પિતા કોણ છે ? તે કહેવા દબાણ કરી શકાય નહીં : હાઇકોર્ટ

આ પણ વાંચો:GUJCET Result 2021 Updates : ગુજકેટનું પરિણામ જાહેર થયું, કહી ખુશી કહી ગમનો માહોલ

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">