અમદાવાદઃ માલધારી સમાજે AMCનો કર્યો ઘેરાવ, રખડતા પશુઓના નામે કરાતી કામગીરી સામે વ્યક્ત કર્યો રોષ, જુઓ વીડિયો
માલધારી એકતા સમિતિના નાગજી દેસાઈએ સવાલ કર્યો કે ગૌચર ખાલી કરાવવા માટે તંત્ર કેમ આટલી સક્રિયતાથી કાર્ય કરતું નથી. આ સાથે જેમના નામે લાઈટ બિલ હોય તેમને ઘરમાં જ પશુ રાખવાની તંત્ર પરવાનગી આપે તેવી આગેવાનોએ માગ કરી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા ઢોર મુદ્દે કરેલી કરેલી આક્રમક કાર્યવાહીને માલધારી સમાજમાં રોષ ફેલાયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બહાર માલધારી સમાજના આગેવાનો અને યુવાનોએ બેનરો સાથે પ્રદર્શન કર્યું.
માલધારી એકતા સમિતિના નાગજી દેસાઈએ સવાલ કર્યો કે ગૌચર ખાલી કરાવવા માટે તંત્ર કેમ આટલી સક્રિયતાથી કાર્ય કરતું નથી. આ સાથે જેમના નામે લાઈટ બિલ હોય તેમને ઘરમાં જ પશુ રાખવાની તંત્ર પરવાનગી આપે તેવી આગેવાનોએ માગ કરી છે.
આ પણ વાંચો- ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને ગુજરાત સરકાર એક્શનમાં, આરોગ્ય અધિકારીઓને તૈયારીઓની આપી સૂચના, જુઓ વીડિયો
શું છે માલધારીઓની માગ ?
- વર્ષોથી ભોગવટાની જગ્યાએ પશુ રાખવાનું લાયસન્સ આપવામાં આવે
- ઘર આંગણે બાંધેલા પશુઓ લઈ જવામાં ન આવે
- પશુઓ માટે ગૌચરની જગ્યા પાછી આપવામાં આવે
- ગૌચર પચાવી પાડનારા લોકોને જેલમાં પૂરવામાં આવે
Published on: Nov 28, 2023 04:10 PM
Latest Videos