AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને ગુજરાત સરકાર એક્શનમાં, આરોગ્ય અધિકારીઓને તૈયારીઓની આપી સૂચના, જુઓ વીડિયો

ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને ગુજરાત સરકાર એક્શનમાં, આરોગ્ય અધિકારીઓને તૈયારીઓની આપી સૂચના, જુઓ વીડિયો

Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 28, 2023 | 4:20 PM
Share

ચીનમાં બાળકોમાં ફેલાઈ રહી રહસ્યમયી બીમારીને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સાવચેતીના સંદર્ભમાં શ્વાસની બિમારીઓ સામે સજ્જતાના પગલાંની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે AMC પણ પાછળ નથી. ચીનમાં ફેલાયેલા નવી બીમારીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ સતર્ક થઈ છે.

ચીનમાં બાળકોમાં ફેલાયેલી ભેદી બીમારીએ દુનિયની ચિંતા ફરી વધારી છે,ત્યારે ભારત સરકાર આ મામલે એકશનમાં આવી છે. કેન્દ્ર સરકારે આ અંગે એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. તમામ રાજ્યોને હોસ્પિટલ્સ સહિતની એ વ્યવસ્થા કરી રાખવા સૂચના આપવામાં આવી છે, જેવી કોરોના કાળ દરમિયાન કરવામાં આવી હતી.

ચીનમાં બાળકોમાં ફેલાઈ રહી રહસ્યમયી બીમારીને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સાવચેતીના સંદર્ભમાં શ્વાસની બિમારીઓ સામે સજ્જતાના પગલાંની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે AMC પણ પાછળ નથી. ચીનમાં ફેલાયેલા નવી બીમારીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ સતર્ક થઈ છે. શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને શ્વસન સંબંધી બીમારીના કેસોમાં વધારો થાય છે, ત્યારે ભારત સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

હાલમાં તો ચીનમાં દેખાયેલા વાયરસના કેસો ગુજરાતમાં દેખાયા નથી, પરંતુ અમદાવાદ સોલા સિવિલમાં બાળકોની ઓપીડીમાં વધારો થયો છે. જેમાં શરદી-ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે જાણો આ રહસ્યમય બીમારીના લક્ષણો અને શું સાવચેતી રાખવી જોઇએ.

રહસ્યમય બીમારીના શું છે લક્ષણ ?

  • રહસ્યમય બીમારી ફેંફસાને શિકાર બનાવે છે
  • આંતરડામાં સોજો આવે છે
  • ફેંફસામાં પાણી ભરાય છે
  • બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓને વધુ ખતરો
  • નિમોનિયામાં કફ સાથે અથવા કફ વગર ઉધરસ આવે છે
  • પરંતુ આ નવી બીમારીમાં ઉધરસ વગર જ તાવ આવે છે
  • તાવ અને શરદી વગર જ ફેંફસામાં સોજો આવી જાય છે

બાળકોને કેવી રીતે બચાવશો ?

  • બાળકોને પોષ્ટિક ભોજન આપો
  • બાળકોની ઈમ્યૂનિટિ વધે તેનું રાખો ધ્યાન
  • ઘરમાં સાફ-સફાઈ રાખો
  • બાળકોને ભીડવાળી જગ્યાથી દૂર રાખો
  • વારંવાર બાળકો હાથ ધોવે તેવી ટેવ પાડો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 28, 2023 03:11 PM
g clip-path="url(#clip0_868_265)">