Gujarati Video : સુરતના ઘણા વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ, કતારગામ, અમરોલી, ડભોલી અને ચોક બજારમાં ઝરમર વરસાદ
Surat Rain : ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાક નષ્ટ થઈ ગયો છે. ત્યારે આ તરફ સુરત શહેરના અમુક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં જાણે શિયાળા પછી તુરંત ચોમાસું બેસી ગયું ગયું હોય તેવો માહોલ છે. વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના પગલે કમોસમી માવઠાના દિવસો જ વધતા જ જાય છે. ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાક નષ્ટ થઈ ગયો છે. ત્યારે આ તરફ સુરત શહેરના અમુક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. કતારગામ, અમરોલી, ડભોલી, ચોક બજાર વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
આગાહીના પગલે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કતારગામ, અમરોલી, ડભોલી, ચોક બજાર વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો છે. સુરતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વાદળછાયુ વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી વરસાદની સંભાવના છે. આવતીકાલથી રાજ્યમાં હળવો વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના છે. 24 માર્ચે ઓછા વરસાદની શક્યતા છે. આગામી 4 દિવસ સુધી ગરમીની કોઈ શક્યતા નથી.