Gujarati VIDEO : અમદાવાદમાં નકલી નોટનો અસલી વેપાર ! પોલીસે  25 લાખની નકલી નોટ સાથે ચાર આરોપીની કરી ધરપકડ

Gujarati VIDEO : અમદાવાદમાં નકલી નોટનો અસલી વેપાર ! પોલીસે 25 લાખની નકલી નોટ સાથે ચાર આરોપીની કરી ધરપકડ

Mihir Soni
| Edited By: | Updated on: Mar 21, 2023 | 3:52 PM

શહેરના ઝોન 2 ડીસીપી સ્કોર્ડ નકલી નોટ સાથે 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ચાર આરોપીઓ પૈકી બે આરોપી બીજા રાજ્યના હોવાનો ખુલાસો થયો છે.

અમદાવાદમાંથી 25 લાખની નકલી નોટો ઝડપાઈ છે. શહેરના ઝોન 2 ડીસીપી સ્કોર્ડ નકલી નોટ સાથે 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે.  શહેરમાં ફરી એક વખત ઝડપાયો નકલી નોટોનો કારોબાર ઝડપાયો છે. ઘરમાં જ પ્રિંન્ટિંગ મશીનથી આરોપીઓ નકલી નોટો છાપતા હતા. એટલુ જ નહીં ફર્જી વેબ સિરીઝમાં બતાવેલી મોડ્સ ઓપરેન્ડીથી નકલી નોટોના છાપવાનું નેટવર્ક શરૂ કર્યું હતુ.

બાતમીના આધારે પોલીસે નકલી નોટ ઝડપી પાડી

નકલી નોટો બજારમાં ફરતી થાય તે પહેલાં જ ચાંદખેડા વિસ્તારમાંથી નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરાઈ છે. ઝોન-2 ડીસીપી સ્કોર્ડની ટીમને માહિતી મળી હતી કે ગત મોડી રાત્રે ચાંદખેડા વિસ્તારમાંથી ઇકો ગાડીમાં શૈલેષ ક્રિશ્ચન નામનો શખ્સ નકલી નોટ લઈ પસાર થઈ રહ્યો છે. જેના આધારે ઇકો ગાડી પકડી તપાસ કરતા શૈલેષ ક્રિશ્ચન પાસેથી એક બેંગમાંથી 500 દરની 10 લાખની બનાવટી ચલણી નોટો 20 બંડલ મળી આવ્યા હતા.

 આંતરરાજ્ય કનેક્શન હોવાની આશંકા

જે આરોપી શૈલેષની પૂછપરછ કરતા કહ્યું કે પોતાના મિત્ર પરાંગ ઉર્ફે પકો વાણીયા તેમજ અન્ય બે મિત્રોની મદદથી દાસ્તાન સર્કલ પાસે આવેલ એક મકાન ભાડે રાખીને કલર પ્રિન્ટર મશની મારફતે ડુપ્લીકેટ નોટ તૈયાર કરતા હતા. વોટર માર્ક વગરની ચલણી નોટ હોવાથી નકલી નોટ હોવાનું સામે આવ્યું. ચાર આરોપી પાસેથી 25 લાખ રૂપિયાની ડુપ્લીકેટ નોટ કબ્જે લઈ વધુ તપાસ શરૂ કરી છે.

આ ચાર આરોપીઓ પૈકી બે આરોપી બીજા રાજ્યના હોવાનો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા હાલ ચારેય આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે,ક્યાંથી તેવો નકલી નોટ લાવ્યા હતા અને ક્યાં આપવાના હતા. તે સમગ્ર મામલે હાલ પુછપરછ કરવામાં આવી રહી છે. બે આરોપીઓ અન્ય રાજયના હોવાને કારણે હાલ આંતરરાજ્ય કનેક્શન હોવાની પણ આશંકા છે.

નકલી નોટ કબ્જે કરી પોલીસે આદરી તપાસ

આપને જણાવી દઈએ કે આ ચારેય શખ્શો આ નકલી નોટનો જથ્થો અમદાવાદમાં આપવા માટે આવ્યા હતા. એક બાજુ ચાંદખેડા પોલીસે નકલી નોટના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી છે, તો બીજી બાજુ સરદાર નગર પોલીસે પણ નકલી નોટ બનાવતા ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ બનાસકાંઠા અને અમદાવાદના રહેવાસી છે તેમાં ભરત ચાવડા નામનો આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. નકલી નોટને લઈ હાલ કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામા આવી છે અને તપાસમાં મુળ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Published on: Mar 21, 2023 03:24 PM
g clip-path="url(#clip0_868_265)">