Mahisagar : બાલાસિનોર તાલુકાનાં ધુંધલિયા ગામના ઘરોમાં પાણી ઘૂસ્યા, લોકોને હાલાકી, જુઓ Video
છેલ્લા 24 કલાકમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહીસાગરના લુણાવાડામાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકયો છે. આ સતત પડી રહેલા વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લુણાવાડાની એકતા, શાંતિનગર સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં અનરાધાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં લુણાવાડામાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકયો છે. વરસાદને લઈ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. લુણાવાડાની એકતા, શાંતિનગર સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. બાલાસિનોર તાલુકાનાં ધુંધલિયા ગામના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે.
આ પણ વાંચો : મહિસાગરના સંતરામપુરમાં તાંત્રિક વિધિના બહાને લાખોની છેતરપિંડી, કરોડો રૂપિયાની લાલચ આપી ખંખેર્યા
વરસાદને કારણે પાણી ભરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકોની ઘરવખરીને પણ ભારે નુકશાન થયું છે. ઘરોમાં પાણી ભરાતા લોકો મહામુસીબતે પાણી ઉલેચી રહ્યા છે. ભારે વરસાદને લઈ સામન્ય જીવન અસ્ત વ્યસ્ત બન્યું છે. મહત્વનુ છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ પણ વરસાદ યથાવત છે.
