Gujarati Video: મહિસાગરના સંતરામપુરમાં તાંત્રિક વિધિના બહાને લાખોની છેતરપિંડી, કરોડો રૂપિયાની લાલચ આપી ખંખેર્યા
Mahi Sagar: મહિસાગરના સંતરામપુરમાં તાંત્રિક વિધિના બહાને લાખોની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો. પુત્રની તકલિફ દૂર કરવા ભૂવા પાસે ગયેલા પિતાને તાત્રિકે છેતરી લીધા છે. વિધિ કરવીના બહાને તાત્રિકે 3 લાખ રૂપિયા ખંખેર્યા છે. કરોડો રૂપિયા મળશે તેમ કહી ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા હતા.
Mahisagar: ગમે તેટલી જાગૃતિની વાતો થાય, છતાં લોકો છેતરપિંડીનો ભોગ બનતા રહે છે. મહીસાગર સંતરામપુરમાં ઢોંગી તાંત્રિકનો પર્દાફાશ થયો. પુત્રની તકલીફ દૂર કરવા માટે ભૂવા પાસે ગયેલા પિતાના તાંત્રિકે છેતર્યા. દુઃખ દૂર કરવા માટે વિધિ કરવી પડશે તેમ કહીને તાંત્રિકે 3 લાખ રૂપિયા પડાવ્યા. સાથે તાંત્રિકે કહ્યું કે ત્રણ લાખ રૂપિયામાં વિધિ કરવાથી કરોડો રૂપિયા મળશે.
સંતરામપુર બસ સ્ટેન્ડ ખાતે રૂપિયાની લેવડદેવડ થઈ હતી. ભોગ બનેલા પિતાએ રૂપિયા પરત માગ્યા તો તાંત્રિકે મારી નાંખવાની આપી ધમકી. કરોડો રૂપિયાની લાલચ આપી ભૂવાએ ત્રણ લાખ રૂપિયા પડાવી લીધા છે. પિતાએ હાલ ઢોંગી તાંત્રિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
