Monsoon 2025 : મોરબીના મચ્છુ 3 ડેમના ત્રણ દરવાજા ખોલાયા, નદી પટમાં સ્થાનિકોની અવરજવર ન કરવા સૂચના, જુઓ Video
ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકતા મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે. ત્યારે મોરબી પંથકમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. મોરબીના મચ્છુ 3 ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં 13,425 ક્યુસેક પાણીની આવક થઈ છે.
ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકતા મોટાભાગના જળાશયોમાં નવા નીર આવ્યા છે. ત્યારે મોરબી પંથકમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. મોરબીના મચ્છુ 3 ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં 13,425 ક્યુસેક પાણીની આવક થઈ છે. જ્યારે દરવાજા પાંચ ફૂટ ખોલાતાં 13,425 ક્યુસેક પાણીની જાવક થઈ છે. મોરબી અને માળિયા તાલુકાના 21 ગામને એલર્ટ કરાયા છે. ગ્રામજનોને નદી પટમાં અવર જવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.
નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ
ઉલ્લેખનીય છે કે મચ્છુ ત્રણ ડેમમાં પાણીની આવક થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે.ત્યારે મોરબીના ગોર ખીજડીયા, વનાળિયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જૂના સાદુલકા, રવાપર નદી, ગુંગણ, જૂના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડાને એલર્ટ કરાયા છે.તો માળિયાના દેરાળા, મેઘપર,નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળીયા મિયાણા,હરિપર અને ફતેપર ગામોને પણ સતર્ક રહેવા જણાવાયું છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો