લમ્પીને કારણે પશુઓના ટપોટપ મોત ! એક તરફ સરકારના સબ સલામતના દાવા, તો વિપક્ષ પણ રાજકારણમાં મસ્ત

હવે લમ્પી મુદ્દે રાજકારણ પણ ગરમાયુ છે. વિરોધપક્ષે તંત્ર પર મોડે જાગ્યા હોવાનો આરોપ લગાવ્યો તો સરકારે (Gujarat govt)  બચાવમાં રસીકરણને મહત્વ આપવાનો દાવો કર્યો.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Aug 04, 2022 | 8:07 AM

20 જિલ્લાઓ લમ્પી વાયરસની (Lumpy Virus) લપેટમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં 1600થી વધુ ગાયોના લમ્પીના કારણે મોત થયા છે. તંત્રના સબસલામતના દાવા વચ્ચે હજુ પણ લમ્પીના કેસ વધી રહ્યા છે.દાહોદ અને સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પશુઓ લમ્પીગ્રસ્ત થતા ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ લમ્પી રોગના (lumpy virus case)કારણે દૈનિક દૂધ ઉત્પાદનમાં પણ જંગી ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છની (Saurashtra Kutch)  ડેરીઓમાં 5થી લઈને 27 ટકા દૈનિક દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.

લમ્પી મુદ્દે હવે રાજકારણ પણ ગરમાયુ

જોકે મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની(South Gujarat)  ડેરીઓમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. તો લમ્પી મુદ્દે રાજ્યનું રાજકારણ પણ ગરમાયુ છે. વિરોધપક્ષે તંત્ર પર મોડે જાગ્યા હોવાનો આરોપ લગાવ્યો તો સરકારે (Gujarat govt)  બચાવમાં રસીકરણને મહત્વ આપવાની વાત કહી. જોકે રસીકરણ (vaccination)  અભિયાન પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે. પશુપાલકોને જાગૃત કરવા માટે અધિકારીઓ પર પ્રયાસ કરી રહ્યા છે.

કચ્છ જિલ્લામાં લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો

રાજ્યમાં લમ્પી વાયરસનો વ્યાપ સતત વકરી રહ્યો છે.ખાસ કરીને કચ્છ જિલ્લામાં (Kutch District) લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે.આ ખતરનાક વાયરસથી પશુધનને બચાવવા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર માટે આયુર્વેદિક ઔષધીઓનો ઉપયોગ વધુ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે.કચ્છમાં આઇસોલેશન સેન્ટરમાં આયુર્વેદિક ઉકાળા અને અન્ય લેપ દ્વારા લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર કરવામાં આવી રહી છે.ચેપગ્રસ્ત પશુઓ (Cattle) પર ફટકડી અને લીમડાના રસાયણનો છંટકાવ કરવામાં આવે છે અને આયુર્વેદિક પદ્ધિત અપનાવીને અમૂલ્ય પશુધનને બચાવવાની કવાયત હાથધરાઈ છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati