Rajkot : રાજકોટમાં વધુ એક લવ જેહાદની ઘટના, વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ, જુઓ Video
રાજકોટમાં વિધર્મી યુવકે 15 વર્ષની સગીરને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું. ઈલિયાસ નામના યુવકે માણાવદરથી સગીરાનું અપહરણ કર્યું હતુ. વિદ્યર્મી યુવકે સગીરાનું બે મહિના પહેલા પણ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં વધુ એક લવ જેહાદની ઘટના સામે આવી છે. રાજકોટમાં વિધર્મી યુવકે 15 વર્ષની સગીરને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું. ઈલિયાસ નામના યુવકે માણાવદરથી સગીરાનું અપહરણ કર્યું હતુ. વિદ્યર્મી યુવકે સગીરાનું બે મહિના પહેલા પણ અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે. સગીરાના પરિવારે માણાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું અપહરણ
ઉલ્લેખનીય છે કે સગીરાનું અપહરણની ફરિયાદ બાદ પોલીસ પાસે વિધર્મી યુવકનું લોકેશન હોવા છતાં ધરપકડ ન કરતી હોવાનો સગીરાની માતા પિતાએ આરોપ લગાવ્યો છે. તો 15 વર્ષની સગીરાનું અપહરણ કરનાર વિધર્મી યુવક પહેલેથી જ હિન્દુ યુવતી સાથે પરણીત હોય અને વિધર્મી યુવકને બે સંતાન હોવાનો સગીરાના માતા પિતાએ દાવો કર્યો છે. સગીરાના માતા પિતાએ સરકાર અને હિન્દુ સંગઠનો પાસે સગીર દિકરીને વિધર્મીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માગ કરી છે.
Latest Videos