અમદાવાદ સહીત કેટલાક શહેરોના પેટ્રોલ પંપ પર અફવાને પગલે લાગી લાઈન, પેટ્રોલનો પુરવઠો યથાવત

| Edited By: | Updated on: Mar 23, 2026 | 6:19 PM

ગુજરાતમાં આજે વિવિધ શહેરોમાં પેટ્રોલની અછત હોવાની ફેલાયેલ અફવાને લઈને પેટ્રોલ પંપ ઉપર વાહનચાલકોની લાંબી લાબી લાઈનો લાગી છે. વાહન ચાલકોએ લગાવેલ વાહનોની લાઈનોને કારણે કેટલાક ગણ્યાગાંઠ્યા પેટ્રોલપંપ ઉપરનો જથ્થો ખુટી જવા પામ્યો હતો.

ગુજરાતમાં પેટ્રોલ પંપ ઉપર વાહનચાલકોની લાગેલી લાંબી લાંબી લાઈનોને ધ્યાને લઈને, સરકારે રિવ્યુ બેઠક યોજી હતી. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ, જણાવ્યું હતું કે, ગુજરાતમાં ક્યાય પણ પેટ્રોલની અછત નથી. લોકોએ અફવાને માનવી નહીં. પેટ્રોલની અછત હોવાની અફવા ફેલાવનારા સામે પગલા લેવાની ચિંમકી ઉચ્ચારી છે.

ગુજરાતમાં આજે વિવિધ શહેરોમાં પેટ્રોલની અછત હોવાની ફેલાયેલ અફવાને લઈને પેટ્રોલ પંપ ઉપર વાહનચાલકોની લાંબી લાબી લાઈનો લાગી છે. વાહન ચાલકોએ લગાવેલ વાહનોની લાઈનોને કારણે કેટલાક ગણ્યાગાંઠ્યા પેટ્રોલપંપ ઉપરનો જથ્થો ખુટી જવા પામ્યો હતો. ઓઈલ કંપનીઓએ અપનાવેલ નવી પોલીસીને કારણે, પેટ્રોલનો નવો જથ્થો પંપ સુધી આવતા સમય લાગેલ હોવાને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

પેટ્રોલ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ મેહુલ પટેલે, ટીવી9 સમક્ષ જણાવ્યું હતું કે, ઓઈલ કંપનીઓની ફ્યુલ પોલીસીને કારણે આવી કામચલાઉ સ્થિતિ સર્જાઈ છે. ઓઈલ કંપનીએ એડવાન્સ પેમેન્ટ સિસ્ટમને અનુસરી છે, જે અત્યાર સુધીમાં ક્રેડીટ સિસ્ટમ આધારિત પેટ્રોલનો પુરવઠો પુરો પાડવામાં આવતો હતો. જો કે હવે પુરતી માત્રામાં પુરવઠો પૂર્વવત થઈ ચૂક્યો છે. દરેક પેટ્રોલ પંપ ઉપર રાબેતા મુજબનો જથ્થો મળતો થઈ જશે.

દરમિયાન પેટ્રોલ ડિલર્સ એસોસિએશનના અગ્રણી અરવિંદ ઠક્કરે કહ્યું હતું કે, અમદાવાદમાં કુલ 210 પેટ્રોલ પંપ આવેલા છે. એમાંથી બે ચાર પેટ્રોલ પંપ કોઈક કારણોસર બંધ હોઈ શકે છે. બાકીના તમામ પેટ્રોલ પંપો ચાલુ છે. અમદાવાદ કે ગુજરાતમાં ક્યાયે પેટ્રોલની અછત નથી.

Breaking News: જેની બીક હતી એ જ બોમ્બ ફૂટ્યો, અછતની અફવા ફેલાતા પેટ્રોલ પુરાવવા પડાપડી, પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ વાગ્યા

Follow Us