અમદાવાદ: રિઝર્વ બેન્ક બહાર 2000ની નોટ બદલાવવા લાગી કતારો, જુઓ વીડિયો
અમદાવાદ રિઝર્વ બેન્ક બહાર નોટ બદલાવવા નાગરિકોની લાંબી કતારો લાગે છે. દિવાળીના તહેવાર પૂર્વે રિઝર્વ બેન્ક બહાર નોટ બદલાવવા એક હજારથી વધુ લોકોનો જમાવડો જોવા મળ્યો. લોકોનો આક્ષેપ છે કે વચેટિયાઓ 20-30 ટકા કમિશન પર નોટો બદલી આપે છે અને 3-3 દિવસ સુધી નોટ બદલાવવાનો વારો નથી આવતો. જેથી મધ્યમ વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદ: આમ તો બેંકમાં 2000ની નોટ બદલાવવાની મુદત પુરી થઈ ગઈ છે, પરંતુ અમદાવાદ રિઝર્વ બેન્ક બહાર નોટ બદલાવવા નાગરિકોની લાંબી કતારો લાગે છે. દિવાળીના તહેવાર પૂર્વે રિઝર્વ બેન્ક બહાર નોટ બદલાવવા એક હજારથી વધુ લોકોનો જમાવડો જોવા મળ્યો.
લોકોનો આક્ષેપ છે કે વચેટિયાઓ 20-30 ટકા કમિશન પર નોટો બદલી આપે છે અને 3-3 દિવસ સુધી નોટ બદલાવવાનો વારો નથી આવતો. જેથી મધ્યમ વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ લોકો દિવાળી સુધી સામાન્ય બેંકમાં પણ નોટો સ્વીકારવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. મહત્વનું છે કે દરેક વ્યક્તિ પાસે 2 હજારના દરની 10-10 ચલણી નોટ જોવા મળી રહી છે, ત્યારે લોકો પાસે 2 હજાર રુપિયાની નોટ ક્યાંથી આવી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
