Breaking News : અમદાવાદના બગોદરામાંથી ઝડપાયો રુપિયા 1 કરોડનો દારુ, ટ્રકચાલકની ધરપકડ કરી તપાસ હાથ ધરી, જુઓ Video
ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર દારુ તેમજ અન્ય નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદના બગોદરામાંથી 1 કરોડનો દારુનો જથ્થો ઝડપાયો છે. બગોદરા પાસે આવેલી દ્વારકેશ હોટલ પાસે ટ્રકમાં તપાસ કરતા દારુનો જથ્થો મળી આવ્યો છે.
ગુજરાતમાં દારુબંધી હોવા છતા અવારનવાર દારુ તેમજ અન્ય નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદના બગોદરામાંથી 1 કરોડનો દારુનો જથ્થો ઝડપાયો છે. બગોદરા પાસે આવેલી દ્વારકેશ હોટલ પાસે ટ્રકમાં તપાસ કરતા દારુનો જથ્થો મળી આવ્યો છે.
મળતી માહિતી અનુસાર જૂનાગઢના બુટલેગરે 1 કરોડનો દારુ મગાવ્યો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં 1.04 કરોડનો દારુ અને ટ્રક સહિત કુલ 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સેલવાસથી જૂનાગઢ દારુનો જથ્થો લઈ જવાઈ રહ્યો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે પોલીસે ટ્રકને ઝડપી પાડ્યો હતો અને ટ્રકચાલકની ધરપકડ કરવામાં આવી છે. વોન્ટેડ બુટલેગર અને દારુ સપ્લાય કરનારાની શોધખોળ શરુ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સેલવાસથી જૂનાગઢ દારુનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસે ઝડપી પાડ્યો હતો. બાતમીના આધારે પોલીસે બગોદરા પાસે આવેલી હોટલ પાસેથી 1 કરોડના દારુનો જથ્થો ઝડપ્યો હતો. જેના પગલે પોલીસે ટ્રકચાલકની સકંજામાં લઈ વધારે તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
