અમરેલીના રાજુલામાં આતંક મચાવનાર સિંહણ પૂરાઇ પાંજરે, 3 વ્યક્તિ પર કર્યો હતો હુમલો- વીડિયો

અમરેલીના રાજુલા તાલુકાના વાવેરા ગામે આતંક મચાવનાર સિંહણ આખરે પાંજરે પૂરાતા વનવિભાગ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. બે લોકો પર હુમલો કરનાર સિંહણ ભારે જહેતમ બાદ પાંજરે પુરાઈ છે. લોકોને જોઈને સિંહણ ભડક્તી હોવાથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2024 | 10:00 PM

અમરેલીના રાજુલા તાલુકાના વાવેરા ગામે આતંક મચાવનાર સિંહણ આખરે પાંજરે પુરાઈ છે. બે લોકો પર જીવલેણ હુમલો કરી દઈ ગંભીર ઈજા પહોંચાડનારી સિંહણને આખરે પાંજરે પુરવામાં આવી છે. સવારથી વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સિંહણને પકડવાની જહેમતમાં લાગેલા હતા. ઉલ્લેખનીય છે કે વન વિભાગના કર્મચારીઓના જણાવ્યા અનુસાર સિંહણે તેનુ માનસિક સંતુલન ગુમાવી ચુકી હતી આથી લોકોને જોઈને ભડક્તી અને હુમલો કરી દેતી હતી.

સિંહણ પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

આ સિંહણે વાવેરા ગામે બે લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને લોકોને ભારે ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આથી સ્થાનિકો તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જેમા વિવિધ રેન્જના અધિકારી અને કર્મચારીઓ સિંહણને પાંજરે પુરવાના કામમાં લાગ્યા હતા. બીજી તરફ એનિમલ ડૉક્ટરે સિંહણને બેભાન કરવામાં મદદ કરી હતી. આખરે 10 કલાકની ભારે જહેમત બાદ સિંહણ પાંજરે પુરાઈ છે. આ સિંહણ કુલ ત્રણ લોકો પર હુમલો કર્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનું મોજુ પ્રસરી ગયુ હતુ. લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા. હાલ સિંહણ પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો: વડોદરાની હરણી બોટ દુર્ઘટનાના આરોપી ગોપાલ શાહ અને પરેશ શાહના 8 દિવસના રિમાન્ડ મંજૂર, ક્રાઈમ બ્રાંચે માગ્યા હતા 10 દિવસના રિમાન્ડ

સિંહણ માનસિક સંતુલન ગુમાવી ચુકી હોવાનુ વન વિભાગનું તારણ

સામાન્ય રીતે સિંહો કે સિંહણ વગર કોઈ કારણે માનવજાત પર હુમલો નથી કરતા કે માણસોનો શિકાર પણ નથી કરતા પરંતુ વનવિભાગનું કહેવુ છે કે સિંહ કે સિંહણને જો કોઈ છેડે નહીં તો તે સામેથી હુમલો કરતા નથી. પરંતુ આ સિંહણ માનસિુક સંતુલન ગુમાવી ચુકી હોવાથી વધુ હિંસક બની ગઈ છે.

Input Credit- Jaydev Kathi- Amreli

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us:
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
બોરવેલમાં ખાબકેલા બાળકોને બચાવવા વિદ્યાર્થીઓએ તૈયાર કર્યુ ખાસ યંત્ર
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરઉનાળે ખાબક્યો વરસાદ
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
g clip-path="url(#clip0_868_265)">