વડોદરાની હરણી બોટ દુર્ઘટનાના આરોપી ગોપાલ શાહ અને પરેશ શાહના 8 દિવસના રિમાન્ડ મંજૂર, ક્રાઈમ બ્રાંચે માગ્યા હતા 10 દિવસના રિમાન્ડ
વડોદરાની 14 બાળકોનો ભોગ લેનારી ગોજારી હરણી બોટ દુર્ઘટનાના આરોપી ગોપાલ શાહ અને પરેશ શાહના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ક્રાઈમ બ્રાંચે બંને આરોપીના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે બંને આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વડોદરાની ગોજારી હચમચાવીને રાખી દેનારી હરણી દુર્ઘટના કેસના આરોપીઓ પર એક બાદ એક સકંજો કસાઈ રહ્યો છે. હાલ કોર્ટે આરોપી ગોપાલ શાહ અને પરેશ શાહના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ક્રાઈમ બ્રાંચે બંને આરોપીના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેમા કોર્ટે બંને આરોપીઓના 8 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. પરેશ શાહ કોટિયા પ્રોજેક્ટનો પડધા પાછળનો મુખ્ય સૂત્રધાર છે. આરોપીઓના રિમાન્ડ દરમિયાન તેમના આર્થિક વ્યવહારો અને દસ્તાવેજોની તપાસ થશે. પરેશ શાહ હાલોલથી અને ગોપાલ શાહ રાયપુરથી ઝડપાયો હતો. ગોપાલ શાહ ટીડીઓ તરીકે પાલિકામાં ફરજ બજાવી ચુક્યો છે.
કોણ છે પરેશ શાહ?
હરણી તળાવમાં સર્જાયેલી ગોજારી બોટ દુર્ઘટનાનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહ કોટિયા કંપનીનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર છે. હરણી તળાવમાં બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને અન્ય પેટા કોન્ટ્રાક્ટ તેમણે બીજાને આપ્યો હતો. પરેશ શાહ દુર્ઘટનામાં સામેલ અન્ય આરોપી અને પૂર્વ ટાઉન પ્લાનર ગોપાલ શાહનો સંબંધી છે. પોલીસે FIRમાં પરેશ શાહનું નામ ઉમેરી તેને મુખ્ય આરોપી જાહેર કર્યો હતો. વડોદરા પોલીસે તેને હાલોલ વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો હતો. તે વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો એ સમયે તેને ઝડપી લેવાનો દાવો પોલીસે કર્યો છે.
દુર્ઘટના સમયે સ્થળ પર હાજર હોવા છતા ત્યાંથી ફરાર થઈ ગયો હતો પરેશ શાહ
આપને જણાવી દઈએ કે હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષિકાના બોટ ડૂબી જવાથી મોત થયા હતા. દુર્ઘટના સર્જાઈ એ સમયે પરેશ શાહ ત્યાં સ્થળ પર હાજર હતો અને ફોન પર વાત કરતા કરતા ઉતાવળમાં હરણી તળાવ પાસેથી બહાર નીકળતા કેમેરામાં કેદ થયો હતો. જેમા પરેશ શાહની ગુનાહિત બેદરકારી સ્પષ્ટ દેખાઈ આવી છે. જે સમયે લોકોને મદદની જરૂર હતી, લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ત્યારે બચાવની કોઈ કામગીરી કરવાને બદલે તે ત્ચાથી છટકી ગયો હતો. પરેશ શાહની સાથે તેના પરિવારના ત્રણ સભ્યો પણ આરોપી છે. આ ત્રણેયનું નામ કોન્ટ્રાક્ટમાં પાર્ટનર તરીકે છે.
આ પણ વાંચો: રાજ્યમાં નેતાઓએ પોતપોતાના ક્ષેત્રમાં કરી 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી- જુઓ વીડિયો
કોટિયા પ્રોજેક્ટસ દ્વારા PPP ધોરણે 100 ટકા ઈજારદારના ખર્ચે પ્રોજેક્ટ થયો હતો. જેનો કોન્ટ્રાક્ટ પરેશ શાહે લીધો હતો. પરેશ શાહે ફન ટાઈમ અરીના નામની કંપનીના માલિક નિલેશ શાહને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જો કે બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ શાહે અન્ય કોઈને આપી દીધો હતો.