દાહોદ : આઝાદીના 75 વર્ષ બાદ પણ શુદ્ધ પાણી માટે વલખાં, 1997માં બનાવેલો ફિલ્ટર પ્લાન્ટ વર્ષોથી બંધ

18 હજારથી વધુની વસ્તી ધરાવતા નગરમાં દરરોજ ફિલ્ટર વિનાના 32 લાખ લીટર પાણીનું સપ્લાય થાય છે. લોકોના આક્ષેપ છે, કે આ પાણીમાં કચરો અને ગટરના પાણી પણ મિશ્રિત થાય છે અને આવું જ ગંદુ પાણી લોકોને પીવા માટે અપાઇ રહ્યું છે. જેને લઇ લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સર્જાઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2024 | 11:46 PM

રાજ્યમાં દરેક ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવા ‘નલ સે જલ’ યોજના કાર્યરત છે. તો બીજી તરફ દાહોદના લીમડી નગરમાં પીવાના શુદ્ધ પાણી માટે લોકોએ વલખાં મારવા પડી રહ્યા છે. સ્થાનિકોને માછણ ડેમમાંથી સીધું જ પાણી પહોંચાડવામાં આવે છે.

18 હજારથી વધુની વસ્તી ધરાવતા નગરમાં દરરોજ ફિલ્ટર વિનાના 32 લાખ લીટર પાણીનું સપ્લાય થાય છે. લોકોના આક્ષેપ છે, કે આ પાણીમાં કચરો અને ગટરના પાણી પણ મિશ્રિત થાય છે અને આવું જ ગંદુ પાણી લોકોને પીવા માટે અપાઇ રહ્યું છે. જેને લઇ લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સર્જાઇ છે. તો આ સમસ્યાને લઇ લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે.

ઉલ્લેખનીય છે, વર્ષ 1997-98માં ફિલ્ટર પ્લાન્ટ બનાવાયો હતો. બે-બે વખત સરકારના પ્રધાનોએ ઉદ્ઘાટન પણ કર્યું. પરંતુ યાંત્રિક ખામીના કારણે પ્લાન્ટ ચાલુ થતા પહેલા જ બંધ થઇ ગયો અને લાખો રૂપિયાનો વેડફાટ થયો. હાલ માછણ ડેમમાંથી લીમડીના પ્રથમ ઝોનમાં 38 સ્થળ અને બીજા ઝોનમાં 40 સ્થળે પાઇપલાઇન દ્વારા પાણી આપવામાં આવે છે. પરંતુ પાણી ફિલ્ટર વિનાનું અને ગંદકી વાળું છે, જેને પી શકાતું નથી. માછણ ડેમમાંથી ગટર અને ગંદકીવાળું પાણી પીવા લોકો મજબૂર બન્યા છે.

આ પણ વાંચો અમદાવાદ : થલતેજ અંડર પાસ નજીક 4થી વધુ કાર વચ્ચે અકસ્માત, જુઓ વીડિયો

Follow Us:
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
g clip-path="url(#clip0_868_265)">