કચ્છમાં BLO કામગીરી અંગે થતા દબાણ સામે શિક્ષકોનો વિરોધ, કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર – Video
કચ્છમાં BLO કામગીરીમાં થતા દબાણ સામે શિક્ષકો આકરા પાણીએ છે. વારંવાર કામ માટે અપાતા જુદા જુદા ટાર્ગેટને લઈને શિક્ષકો અકળાયા છે, ટાર્ગેટ સહિતના વિવિધ 17 જેટલા મુદ્દાઓને ટાંકીને શિક્ષકોએ ભુજ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર પાઠવ્યુ છે.
રાજ્યભરમાં BLO કામગીરીને લઈને શિક્ષકો વિરોધ કરી રહ્યા છે. પહેલા અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત બાદ હવે કચ્છ જિલ્લામાંથી પણ શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટને અંગે કરાતા દબાણને લઈને શિક્ષકોએ અકળાયા છે. SIRની કામગીરીમાં જોડાયેલા 10 તાલુકાના BLOએ ભુજ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું અને કામગીરી દરમિયાન થતા દબાણો અંગે રજૂઆત કરી.
મહત્વનું છે કે જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા 17 જેટલાં મુદ્દાઓ ટાંકીને રજૂઆત કરવામાં આવી. અનેક મુદ્દાઓ જેમ કે સાંજે 6 વાગ્યા પછી બહેનોને ઓફિસ બોલાવવામાં ન આવે, ટાર્ગેટ અંગે દબાણ ન કરાયસ સેક્ટર ઓફિસર તેમજ BLO સાથે રાત્રે 10:00 વાગ્યે ઓનલાઇન મીટીંગો કરવામાં ન આવે. તેની સાથેસાથે બુથ પર પ્રાથમિક શિક્ષકો સિવાયના સહાયકો આપવા સહિતની માગને લઈને રજૂઆત કરાઈ. જિલ્લાના 90 ટકા શિક્ષકો BLO તરીકે રોકાતા શિક્ષણકાર્ય પર પણ ગંભીર અસર થતી હોવાની રજૂઆત કરાઈ. BLOએ કચ્છ કલેક્ટર પાસે યોગ્ય કાર્યવાહી કરવા માટેની માગ કરી છે.
Input Credit- Nitin Garva- Kutch