Kutch: ઘુસણખોરી સામે BSF ની કડક કાર્યવાહી, 5 બોટ સાથે એક પાકિસ્તાની નાગરિક હરામી નાળામાંથી ઝડપાયો

હરામીનાળામાંથી વધુ પાંચ બોટ ઝડપાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાંથી પાકિસ્તાની પાંચ બોટ ઝડપાઈ છે. બીએસએફએ (BSF) પેટ્રોલિંગ દરમિયાન આ બોટ ઝડપી પાડી હતી. સાથે જ એક પાકિસ્તાની નાગરિક પણ ઝડપાયો છે.

Jay Dave
| Edited By: | Updated on: May 27, 2022 | 5:34 PM

કચ્છ (Kutch Latest News) ના હરામીનાળા વિસ્તારમાંથી સતત બીજા દિવસે  બીએસએફએ પેટ્રોલીંગ દરમિયાન પાકિસ્તાની બોટ અને એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યો છે. ગઇકાલે BSF એ આજ વિસ્તારમાં કોમ્બીંગ દરમ્યાન બે પાકિસ્તાની માછીમાર અને 4 બોટ કબજે કરી હતી અને સર્ચ અભીયાન ચાલુ રાખ્યુ હતુ ત્યારે આજે વધુ 5 પાકિસ્તાની બોટ તથા તેમાં સવાર એક પાકિસ્તાની નાગરીકને BSF એ ઝડપી પાડ્યો છે. પ્રાથમીક તપાસમાં 2 દિવસમાં ઝડપાયેલ 3 લોકો પાકિસ્તાની માછીમારો હોવાનુ સામે આવ્યુ છે તો બીજી તરફ બોટના સર્ચ દરમ્યાન પણ કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પરંતુ સતત સુરક્ષા વચ્ચે પાકિસ્તાની માછીમારો દ્વારા થઇ રહેલી ઘુસણખોરી સામે આજે BSF એ આક્રમક કાર્યવાહી કરી હતી અને ભાગી રહેલા ઘુસણખોરોને રોકવા માટે 3 રાઉન્ડ ફાયરીંગ પણ કર્યુ હતુ.

સામાન્યત આ વિસ્તારમાં આવી કાર્યવાહીના કિસ્સા જુજ બન્યા છે. પરંતુ બોર્ડર સુરક્ષા મુદ્દે સચેત BSF હજુ પણ આ વિસ્તારમાં સતત કોમ્બીંગ કરી રહ્યુ છે. અને વધુ બોટ તથા ધુસણખોર ઝડપાય તેવી શક્યતા છે. 3 દિવસમાં BSF એ આ વિસ્તારમાંથી 10 બોટ સાથે 3 પાકિસ્તાની માછીમારોને ઝડપ્યા છે.

ફેબ્રુઆરીમાં પણ BSF એ ઓપરેશન કરેલુ

વર્ષ 2022ની શરૂઆતથી કચ્છના આ વિસ્તારમાં આવી ઘુસણખોરીની પ્રવૃતિ વધી છે. BSF દ્વારા ફેબ્રુઆરી મહિનામાં પણ આવું જ ઓપરેશન કરાયેલુ જેમાં UAVમાં પાકિસ્તાની બોટની ભારતીય સીમામાં હાજરી દેખાયા બાદ BSF એ સઘન કોમ્બીંગ કરી 18 થી વધુ બોટ ઝડપી પાડી હતી. આ સાથે BSFના આઇ.જી સહિત મોટા અધિકારીઓ પણ ઓપરેશનમાં જોડાયા હતા પાકિસ્તાની માછીમારોને ઝડપવા માટે તે સમયે પણ BSF ને ફાયરીંગ કરવાની ફરજ પડી હતી. તો ઘુસણખોરોને અટકાવવા માટે એરફોર્સની મદદથી આખુ ઓપરેશન સફળ કરાયુ હતુ. જો કે ત્યાર બાદ સતત આ વિસ્તારમાં પાકિસ્તાની માછીમારો દ્વારા ભારતીય જળસીમામાં ઘુસણખોરીના સતત પ્રયત્નો ચાલુ છે. જે BSF એ દરેકવાર નિષ્ફળ બનાવ્યા છે. તાજેતરમાં પણ છેલ્લા 3 દિવસમાં આ જ પ્રકારે 10 બોટ અને 3 પાકિસ્તાની માછીમારો ઝડપાયા છે.  BSF દ્વારા સતત આ વિસ્તારમાં મુશ્કેલ સ્થિતી વચ્ચે પણ પેટ્રોલીંગ અને તલાશી અભીયાન શરૂ રખાયુ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">