AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડાના લસુન્દ્રા ગામની પાટીદાર દીકરી રબારી યુવક સાથે ભાગી જતા વિવાદ વકર્યો, દીકરીનું છૂટુ કરવા રબારી સમાજે 25 લાખ માગવાનો આરોપ- Video

ખેડાના લસુન્દ્રા ગામની પાટીદાર દીકરીએ 7 માર્ચે રબારી યુવક સાથે ભાગી જઈ પ્રેમ લગ્ન કરી લેતા વિવાદ વકર્યો છે. દીકરીના માતાપિતાએ રબારી સમાજ સમક્ષ દીકરીને પરત કરવાની માગ કરી છે તો યુવકના પરિવારજનોએ દીકરીના માતાપિતા પાસે 25 લાખ રૂપિયા આપવાની માગ કરી હોવાનો આરોપ લગાવાયો છે. હાલ દોષીતો વિરુદ્ધ કાર્યવાહી કરવાની પાટીદાર સમાજ દ્વારા માગ કરાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2026 | 9:14 PM
Share

ખેડાના લસુન્દ્રાની પટેલ દીકરીના રબારી યુવક સાથે પ્રેમ લગ્નનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. અમદાવાદમાં પાસ કન્વીનર્સે દીકરીના માતા સાથે મુલાકાત કરી હતી. સમગ્ર મામલે પાટીદાર આગેવાનોએ રબારી સમાજ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. દીકરી સાથે સ્પષ્ટ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ લગાવ્યો છે. પાટીદાર યુવતી 18 વર્ષની છે જ્યારે રબારી યુવક 32 વર્ષનો હોવાનો ખૂલાસો થયો છે.

“દીકરીની હત્યા કરી દેવાઈ હોય તેવી અમને આશંકા”- દિનેશ બાંભણિયા

દિનેશ બાંભણિયાનો આક્ષેપ છે કે દીકરી પર દબાણ લાવીને લગ્ન કરાવ્યા છે. દીકરી પરત માગી તો રબારી સમાજના નિયમ મુજબ ₹25 લાખ આપવા પડશે. એવી યુવકના માતાપિતા દ્વારા માગ કરાઈ છે. જો માગ ન સ્વીકારવામાં આવે તો દીકરીનો અંશ પણ નહીં મળે તેવી ધમકી આપવામાં આવી છે. ત્યારે પાટીદાર અગ્રણીઓ દ્વારા દીકરીની હત્યા કરી દેવાઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

દીકરીના દબાણપૂર્વક લગ્ન કરાવ્યા હોવાની આશંકા: દિનેશ બાંભણિયા

આપને જણાવીએ દઈએ આ યુવતી ઘરેથી કોલેજ જવાનું કહીને 7 માર્ચે ઘરેથી નીકળી હતી. જે બાદ પરત ફરી જ નથી અને બે દિવસ બાદ 9 માર્ચે લગ્નનું સર્ટિફિકેટ મોકલીને જણાવ્યુ હતુ કે તેણે પિયુષ રબારી સાથે લગ્ન કરી લીધા છે. પરિવારે કઠલાલ પોલીસમાં યુવતીના ગુમ થયાની ફરિયાદ નોંધાવાઈ હતી. ત્રણ-ચાર દિવસે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે યુવતીએ મહેમદાવાદના કાચ્છાઈ ગામના પિયુષ રબારી સાથે પ્રેમલગ્ન કરી લીધાં છે. દીકરીએ પરિવારની સંમતિ વગર પ્રેમલગ્ન કર્યાનો માતાનો આક્ષેપ છે.

“દીકરી પરત માગી તો કહ્યું સમાજના નિયમ મુજબ ₹25 લાખ આપવા પડશે”

સમગ્ર મામલે 14 માર્ચથી પાટીદાર સંગઠનો દીકરીને પરત લાવવા પ્રયાસ કરી રહ્યા છે. રબારી આગેવાનોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ 15 દિવસમાં એકપણ વાર દીકરીને બતાવવામાં આવતી નથી. આ દરમિયાન જે રણછોડ ભુવાજી દીકરીને પરત સોંપવાની બાંહેધરી આપી હતી. તેમની પણ કોઈ ભાળ હાલ મળી નથી. આ તરફ તેમના ભાઈએ દીકરીને માતાને ભયાવહ ધમકી આપી હોવાનો પણ આક્ષેપ માતા દ્વારા કરવામાં આવ્યો છે. જેમા કહેવામાં આવ્યુ હતુ કે 25 લાખ આપો નહીં તો દીકરીને કાયમ માટે ભૂલી જજો.

“માંગણી ન સ્વીકારીએ તો દીકરીના અંશ પણ નહીં મળે એવી ધમકી આપી”

આ તરફ પાટીદાર દીકરીના માતાનું એક જ રટણ છે કે તેમને દીકરી પરત જોઈએ છે. વધુ ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યું છે કે દીકરી જ્યારે ઘરેથી ગઈ હતી ત્યારે તેની પાસે 17 તોલા સોનું તેમજ ₹2.80 લાખની રોકડ હતી. તો જે રીતે છૂટુ કરવા 25 લાખની માગણી કરાઈ છે. તે જોતા સમગ્ર ખેલ રૂપિયાનો હોવાનો પણ પાટીદાર સંગઠનોએ આરોપ લગાવ્યો છે.

રણછોડ ભુવાજી અને તેના ભાઈ વિરુદ્ધ ખંડણી, લૂંટની ફરિયાદ થાય: વરુણ પટેલ

પાટીદાર સંગઠનોનો આરોપ છે કે કઠલાલ અને ખેડા પોલીસને વારંવાર રજૂઆત છતાં કોઈ પગલા નથી લેવાઈ રહ્યા. મોડાસા પોલીસમાં નોકરી કરનાર 3 પોલીસ અધિકારીની પણ આમા સંડોવણીના આક્ષેપ ઉઠી રહ્યા છે. ત્યારે પાટીદાર નેતા દ્વારા આ પોલીસકર્મીઓ સામે પણ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ તરફ પાટીદાર અગ્રણી વરૂણ પટેલે રણછોડ ભુવાજી અને તેના ભાઈ વિરુદ્ધ ખંડણી અને લૂંટની ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે. વરુણ પટેલે કહ્યુ કે અમને સહયોગ  ન આપનારા ત્રણ પોલીસકર્મી સામે પણ પગલા લેવામાં આવે. હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવે. દીકરીને કંઈપણ થયુ કે પરત ન મી તો છોડવામાં નહીં આવે. દીકરીને ભગાડનાર તેમજ તપાસમાં સહયોગ ન કરનારા પોલીસ કર્મીઓ નોકરી વગરના થઈ જશે.

Input Credit- Sachin Patil- Ahmedabad

અમરેલીમાં સામે આવ્યો લવજેહાદનો વધુ કિસ્સો, રાજુલાની હિંદુ યુવતીએ વિધર્મી સાથે લગ્ન કરી લેતા ખળભળાટ- Video

Follow Us
લસુન્દ્રાની પાટીદાર દીકરીનું છુટુ કરવાના રબારી સમાજે 25 લાખ માગ્યા
લસુન્દ્રાની પાટીદાર દીકરીનું છુટુ કરવાના રબારી સમાજે 25 લાખ માગ્યા
ટ્રેડ એલર્ટ: યુદ્ધની આગમાં હોમાયો ગુજરાતનો વેપાર!
ટ્રેડ એલર્ટ: યુદ્ધની આગમાં હોમાયો ગુજરાતનો વેપાર!
રાજુલામાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ
રાજુલામાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી
પ્રિવેડીંગ જેવી બિનજરૂરી પ્રથા સામે પરસોત્તમ રૂપાલાએ કરી ટકોર - Video
પ્રિવેડીંગ જેવી બિનજરૂરી પ્રથા સામે પરસોત્તમ રૂપાલાએ કરી ટકોર - Video
ગેસના ભાવ વધે કે ના વધે, સ્કુલવર્ધીની રીક્ષા-વાનના ભાડા નહીં વધે
ગેસના ભાવ વધે કે ના વધે, સ્કુલવર્ધીની રીક્ષા-વાનના ભાડા નહીં વધે
Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!
Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!
ગુજરાતના ડાકોર મંદિર ઉપર પડી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર
ગુજરાતના ડાકોર મંદિર ઉપર પડી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર
રસ્સો તૂટતાં જહાજ બેકાબુ થયું , વીડિયો વાયરલ
રસ્સો તૂટતાં જહાજ બેકાબુ થયું , વીડિયો વાયરલ
દિવસભર સક્રિય રહેવાનો પ્રયાસ કરો, તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો
દિવસભર સક્રિય રહેવાનો પ્રયાસ કરો, તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો
g clip-path="url(#clip0_868_265)">