AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવમાં કડાકો, યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા 150 થી 200 રૂપિયાનો ઘટાડો-Video

Mehsana: ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુના ભાવમાં કડાકો, યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા 150 થી 200 રૂપિયાનો ઘટાડો-Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2026 | 2:57 PM
Share

એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા ઊંઝા APMCમાં જીરુંના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઈરાન, ઈઝરાયેલ અને અન્ય દેશો વચ્ચેના વૈશ્વિક યુદ્ધની સીધી અસરથી નિકાસ ન થતા બજાર સતત ઘટી રહ્યું છે. છેલ્લા 3થી 4 દિવસમાં જ જીરુંના ભાવ પ્રતિ 20 કિલોએ 150થી 200 રૂપિયા ઘટ્યા છે. જે જીરુંના ભાવ 4 હજારથી 4200 રૂપિયા હતા, […]

એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ ગણાતા ઊંઝા APMCમાં જીરુંના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઈરાન, ઈઝરાયેલ અને અન્ય દેશો વચ્ચેના વૈશ્વિક યુદ્ધની સીધી અસરથી નિકાસ ન થતા બજાર સતત ઘટી રહ્યું છે. છેલ્લા 3થી 4 દિવસમાં જ જીરુંના ભાવ પ્રતિ 20 કિલોએ 150થી 200 રૂપિયા ઘટ્યા છે. જે જીરુંના ભાવ 4 હજારથી 4200 રૂપિયા હતા, તે ઘટીને 3800થી 3900 રૂપિયા થઈ ગયા. તેનાથી સ્થાનિક ખેડૂતો અને વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો. વેપારીના મતે, દરરોજ 17થી 18 હજાર બોરી જીરુંની આવક થઈ રહી છે પરંતુ, યુદ્ધના કારણે નિકાસ ઠપ્પ થઈ જતા શિપમેન્ટ થતા નથી અને માલભાડા પણ વધી ગયા છે તો પેમેન્ટ પણ અટવાયા છે.

નિકાસકારોને આગામી દિવસોમાં પરિસ્થિતિ સુધરવાની આશા છે. એક્સપોર્ટરના મતે, હાલમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ બંને માંગ ઓછી છે. પરંતુ, બજારમાં હજુ 100થી 200 રૂપિયાનો ઘટાડો આવશે, તો ચીન અને અન્ય દેશોમાંથી નિકાસની સારી માગ આવી શકે છે. હવે જોવાનું એ રહે છે કે, વૈશ્વિક પરિસ્થિતિ ક્યારે સામાન્ય થાય છે અને ઊંઝાના વેપારીઓ અને ખેડૂતોની આર્થિક ગાડી ક્યારે ફરી પાટા પર ચઢે છે.

ગુજરાતના ‘રોડ ટુ હેવન’ ના આનંદ મહિન્દ્રા પણ થયા મુરીદ, દિલ ખોલીને કરી પ્રશંસા, જાણો ક્યાં આવ્યો છે આ માર્ગ?

Published on: May 07, 2026 02:53 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">